અફવાએ ગ્રાહકોમાં ડર:સરોન્ડાની રાશનની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા મળ્યાની ચર્ચાથી આદિવાસી પરિવારો ચિંતામાં

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોખા પોલિશ વિનાના દેશી અને ઓર્ગેનિક હોવાનો જાણકારોનો મત

સરોન્ડા ગામની સરકારી રાસનની દુકાનમાં પ્લાસ્ટિકના ચોખા મળવાની અફવાએ ગ્રાહકોમાં ડર ઊભો થયો હતો. પ્લાસ્ટિક માટેરિયલથી બનેલા હોય એવા દેખાતા આ ચોખા પ્લાસ્ટિકના નહીં પરંતુ દેશી તેમજ પોલીસ વિનાના હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. ઉમરગામ તાલુકના સરોન્ડા ગામના ખેડૂત તેમજ નારગોલ ગામના વતની ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમની વાડીમાં સરોન્ડા ગામના કેટલાક સ્થાનિક આદિવાસી પરિવારના લોકો મજૂરી કામ માટે આવે છે.

સરોન્ડા ગામના કેટલાક પરિવારને સરકારી અનાજની દુકાનમાં મળેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચાઈનીશ ચોખા મળ્યા હોવાની વાત મજૂરોએ જણાવી હતી. ઈશ્વરભાઈને મજૂરો દ્વારા ચોખાનું સેમ્પેલ બતાવતા તેઓ સ્તબ્દ થઈ ગયા હતા અને ખેડૂત તરીકેના પોતાના અનુભવ પ્રમાણે ચોખાની ખરાય કરવાનું શરૂ કરતાં ચોખા પ્લાસ્ટિકની બનાવટના બનેલા હોવાનું અનુમાન થતાં તેમણે સરોન્ડા ગામના ગરીબ પરિવારને મળેલા ચોકા અંગે સંબંધિત વિભાગને ટેલિફોનિક સંપર્ક કરી ફરિયાદ કરી હતી.

જોકે આ બાબતે પોતાની પાસે રહેલા નમૂના સાથે ઉચ્ચસ્તરે ફરિયાદ કરવાની ગતિવિધિ હાથ ધરી છે. જોકે આ બાબતની જાણ તેમણે દિવ્ય ભાસ્કરને કરતાં ચોખાના નમૂના મેળવી દિવ્ય ભાસ્કરે પ્રાથમિક તપાસ કરી વાસ્તવિક્તા જાણવાની કોસીશ કરી હતી.

ચોખાના જથ્થાભર વેપારીઓ તેમજ નિષ્ણાંતોને નમૂના બતાવી ચોખા પ્લાસ્ટિકના છે કે નહીં તે અંગે માહિતી મેળવવા પ્રયત્નો કરતાં આખરે જાણવા મળ્યું હતું કે, રાસનની દુકાનના જથ્થામાં મળી આવેલા ચોખા પ્લાસ્ટિકના નહીં પરંતુ દેશી અને પોલીસ વિનાના ચોખા છે. જાણકારોના મત મુજબ સદર ચોખા સામાન્ય ચોખા કરતાં ઓર્ગનિક છે. પોલિશ વિનાના ચોખા હોવાથી એ ચોખાને પકાવવા વધુ સમય લાગતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...