તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં ટિકિટ વાંચ્છુને BJPમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાં ફોર્મ ભરશે

ઉમરગામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ 2- 4માં સાૈથી લડવા સાૈથી અપક્ષ તૈયારી કરી રહ્યા છે

ઉમરગામ પાલિકાની ચૂંટણી માટે ભાજપે યાદી જાહેર થયા બાદ બીજા દિવસે નારાજ કાર્યકર્તાઓની વણજાર જોવા મળી રહી છે. નારાજ કાર્યકરો એક બીજાના સંપર્કમાં રહી અપક્ષ ઉમેદવારોની પેનલ બનાવી ચૂંટણી લડવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસે હજી સત્તાવાર યાદી જાહેર કરી નથી. બેઠકની વહેચણીને લઈ ભાજપમાં આંતરિક વિવાદ થવાનો સીધો લાભ કોંગ્રેસને થવાની આશાએ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ જોમમાં આવે તેવી સ્થિતિ છે પરંતુ જૂજ નેતાઓના ભરોશે ચાલી રહેલી કોંગ્રેસ પૂરો લાભ ઉઠાવી શકશે કે નહીં.

ઉમેદવારી પત્રક વિતરણ શરૂ થયાને ચોથા દિવસ સુધીમાં 30 બેઠકો સામે કુલ 170 ઉમેદવારી પત્રક ઉમેદવારો લઈ ગયા છે જેમાં 50 કોંગ્રેસ અને 60 ભાજપ દ્વારા લેવામાં આવ્યા હતા. ગત ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુ દેસાઇના નેતૃત્વમાં ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં ભાજપે કબજે કરી હતી પરંતુ ભાજપના હાલના જિલ્લા પ્રમુખ હેમંત કન્સારા સ્થાનિક પાયાના કાર્યકર્તાઓથી અપરિચિત હોય કેટલાક માનીતા લોકોના ઇશારે નિર્ણયો લીધાના મુદ્દે ભાજપને નુકસાન થઇ શકે છે. વોર્ડ નંબર 02 અને 04 માં સાૈથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગ ખેલવા તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો