તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ઉમરગામના ટીંભીની મહિલાએ સાસરિયાના ત્રાસથી ફાંસો ખાધો

ઉમરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દોઢ વર્ષ અગાઉ જ મૃતકે મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા

ઉમરગામના ટીંભી ગામે માછીવાડ વિસ્તારની પરણીતાએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઉમરગામના ટીંભીગામે માછીવાડના આંબાવાડીમા રહેતા કનુભાઈ રમેશભાઈ માછીની 20 વર્ષીય પુત્રી કનિતાએ નજીકમાં જ રહેતા વિપુલ ગીનુભાઈ માછી સાથે પ્રેમસંબંધ બંધાતા દોઢેક વર્ષ પહેલા મંદિરમાં જઈ લગ્ન કર્યા હતા. દીકરીની ખુશી ને પોતાની ખુશી સમજી માતાપિતાએ આશીર્વાદ આપ્યા હતા. પતિ વિપુલ માછીમારી કરવા સૌરાષ્ટ્રના વેરાવળ બંદરે જાય છે. કનિતાની સાસુ મીનાબેન ગીનુભાઈ માછી અને નણંદ સોનાલીબેન તેણીને મહેણા ટોળા મારી માનસિક ત્રાસ આપતા હતા.

છૂટાછેડા અપાવી વિપુલના લગ્ન અન્ય સાથે કરવા હોવાનું જણાવતા હતા. તેણીને ત્રાસ આપી સાસરેથી પિયર જતી રહેવાનું કહી જીવથી મારી નાંખવાની ધમકીઓ આપતા હતા. પતિ વિપુલ ઘરે હોય ત્યારે તે પણ ઝઘડો કરી માનસિક ત્રાસ આપતો હતો. ત્રાસથી કંટાળીને 11 જુલાઇ રવિવારે બપોરે તેણીના સાસરીમાં ઘરની રૂમમાં એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ કનિતાએ આત્મહત્યા કરી લીધી હતી. કનુભાઈ માછીએ ઉમરગામ પોલીસમાં નોંધાવતા આરોપી પતિ વિપુલ માછી, સાસુ મીનાબેન ગીનુભાઈ માછી અને સોનાલી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...