તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી ક્યારે ?:ઉમરગામના સાત દિવસથી અપહ્ત બિલ્ડરની હજી કોઇ ભાળ મળી નથી

ઉમરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર કે પોલીસ કંઇ પણ બોલવા તૈયાર નથી, ઘેરાતું રહસ્ય

ઉમરગામના બિલ્ડરનું કારમાં ચાર ઈસમોએ હથિયારના ધાકે અપહરણ કર્યુ હતું. આ બનાવને સાત દિવસ વિતી જવા છતાં પણ હજુ કોઇ ભાળ મળી નથી ત્યારે અનેક તર્ક વિતર્કો સંભળાતા જોવા મળી રહ્યા છે. ઉમરગામના અકરામારૂતિ નજીક દયાળપાર્ક નામક બંગલામાં રહેતા અને શહેરના જાણીતા બિલ્ડર જિતુભાઇ પટેલ (ઉ.વ.45)નું ગત 22મી માર્ચની રાત્રીએ બે કારમાં આવેલા ચાર અજાણ્યા ઇસમો અપહરણ કરી ગયા હતા. અપહ્ત બિલ્ડરને છોડાવવા માટે જિલ્લા પોલીસની તમામ એજન્સી અને ટીમો કામે લાગી હતી.

જોકે, સાત દિવસ પછી પણ જિતુ પટેલની કોઇ ભાળ ન મળતાં અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. પોતાના મિત્રો સાથે રોજની માફક રાત્રીએ મળીને ઘરે દયાળપાર્ક ખાતે પહોંચવાના 200 મીટર અંતરે જાહેર માર્ગ ઉપર તેમની કાર સામે કાર આડી મૂકી જીતુભાઈને ઉપાડી જનાર અજાણ્યા ઈશમો વિરુદ્ધ ઉમરગામ પોલીસે ગુનો નોંધ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા સમગ્ર ટીમ સાથે સાત દિવસથી આકાશ પાતાળ એક કરી રહ્યા છે.

ટેક્નોલૉજીનો સહારો લઈ આજુબાજુના સીસી ટીવી ફૂટેજ, સેલફોન સિગ્નલની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે, છતાં પણ હજી પોલીસને સફળતા મળી નથી. શહેરના બિલ્ડરના અપહરણનો ગુનો હાઇપ્રોફાઇલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી અપહરણ કર્તાઓ તરફથી કોઇ ખંડણી કે ડિમાન્ડ રજૂ થઇ નથી.

મિત્રો અને પરિવારના જણાવ્યા મુજબ પૈસાની લેવડ દેવડનો કોઇ મામલો નથી તો પછી અપહરણ ક્યા કારણોસર અને કયા ઇરાદે કરવામાં આવ્યું છે તે હાલ ચર્ચાનો વિષય છે. સાત દિવસ બાદ પણ પોલીસને હજી પગેરું નહીં મળતા પરિવારની ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો