તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભેંસનું શિગડું બાઇકના સ્ટેયરિંગમાં ફસાતાં પટકાયેલા યુવકને ટ્રકે કચડ્યો

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંજાણના મુખ્ય માર્ગ પર બનેલી ઘટનામાં બાઈકચાલકનું મોત
  • તલાસરીના બે મિત્ર બાઇક પર પળગામની કંપનીમાં નોકરીએ આવતા હતા

સંજાણ મુખ્ય માર્ગ ઉપર શુક્રવારે સવારે માર્ગની વચ્ચે અડિંગો જમાવીને ઊભેલી ભેંસથી બચવાના પ્રયાસમાં બાઇકનું સ્ટેયરિંગ શિગડામાં ફસાતા ચાલક અને પાછળ બેસેલ સવાર નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા ગંભીર ઇજાના કારણે એકનું મોત થયું હતું. મહારાષ્ટ્રના તલાસરી આડગપાડામાં સંભાગામે રહેતો 19 વર્ષીય વિપુલ મગનભાઇ ગોરાટ અને તેમનો મિત્ર રોહિત અજીતભાઇ દાંડેકર શુક્રવારે રાબેતા મુજબ તેમની બાઇક લઇને ઉમરગામના પળગામ સ્થિત એવરેસ્ટ કંપનીમાં નોકરીએ આવી રહ્યા હતા.

સંજાણ મુખ્ય માર્ગ ઉપર બોમ્બ રેસ્ટોરન્ટની સામે રખડતાં ઢોર બેસેલા હતા. બાઇક ચાલકે ભેંસને બચાવવા માટે ઓવરટેક કરવા જતા જ ભેંસનું શિગડું બાઇકના સ્ટેયરિંગમાં ફસાતા બાઇક ચાલક વિપુલ અને પાછળ બેસેલા રોહિત દાંડેકર નીચે પટકાયા હતા. જોકે, આ દરમિયાન જ પાછળથી આવતી એક ટ્રક નંબર એમએચ 43 વાય 4477ના ચાલકે રોહિત અજીતભાઇ દાંડેકરને ટક્કર મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી.

બંને મિત્ર રોહિત અને વિપુલને ઇજાગ્રસ્ત હાલતમાં ભીલાડ સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા જ્યા ફરજ ઉપરના તબીબે રોહિત દાંડેકરને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ઉમરગામ પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...