રાહદારીઓ ત્રાહિમામ:સંજાણ બંદરના દતલાય ફળિયાનો માર્ગ બિસ્માર બન્યો

ઉમરગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંજાણ બંદર વિસ્તારમાં સંજાણ સ્ટેશન મુખ્ય માર્ગથી ઉમરગામ મુખ્ય માર્ગને જોડતો 700 મીટર લંબાય ધરાવતો દતલાય ફળિયાનો માર્ગ છેલ્લા કેટલાક મહિનાઓથી બિસ્માર બન્યો છે.જેમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે માર્ગની સ્થિતિ અતિ બિસ્માર થતા રાહદારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે.

ચાલકોને 2.5 કિલોમીટરનો ચક્રાવ ઘટાડો કરતો આ માર્ગનો વપરાશ સ્થાનિકોતો કરેજ છે પરંતુ ઉમરગામના ઉદ્યોગોમાં જતા કામદારો તથા આજબાજુના ગ્રામજનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાથી માર્ગનો વપરાશને જોતા માર્ગનું તાત્કાલિક નવીનીકરણ કરવાની જરૂરિયાત છે સાથે સાથે આ માર્ગને વધુ પોહળો કરવાની જરૂરિયાત છે. માર્ગનું સમારકામ તેમજ નવીનીકરણ કરવા માટે સ્થાનિક લોકોએ સંબંધિત કચેરીઓને વારંવાર લેખિત અરજી કરી છે તેમ સ્થાનિક અગ્રણી સાજીદ કાસમજીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...