તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ઉમરગામ પાલિકામાં ત્રીજા મોરચાથી પરિણામ રસપ્રદ આવવાના એંધાણ

ઉમરગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 30 બેઠક માટે ભાજપ-કોંગ્રેસને અપક્ષ મળી કુલ 58 ઉમેદવાર

ઉમરગામ નગરપાલિકાની ચૂંટણી માટે શુક્રવારના રોજ ઉમેદવારી નોંધાવા ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. આજે 30 બેઠક માટે કુલ 58 ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસ ભાજપ અને અપક્ષનો સમાવેશ છે.

પાલિકાની ચૂંટણી માટે ભાજપે કરેલ ઉમેદવારોની પસંદગીને લય કેટલાક ઉમેદવારોને ટિકિટ નહીં ફળવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના કારણે પાલિકાના બહુધા વોર્ડમાં ત્રિપાંખ્યો જંગ જામશે. જ્યારે વોર્ડ નંબર 4 અને 5 માં નવરચિત રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીના ઉમેદવારોની પેનલ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર છે. હજુ અનેક વોર્ડના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યુ નથી જે શનિવારે ફોર્મ ભરશે. આમ ઉમરગામ નગરપાલિકામાં ત્રીજી પાર્ટીના આગમનથી આ વખતે પરિણામ રસપ્રદ આવવાની સંભાવના વર્તાઈ રહી છે.

છેલ્લો દિવસ, કોંગ્રેસની યાદી જાહેર નહિ
13 ફેબ્રુઆરીએ ઉમેદવારી કરવામાં માટેની અંતિમ તારીખ હોવા છતાં હજી કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો નક્કી કરી શકી નથી. 24 કલાક બાકી રહ્યા છતાં હજી કોંગ્રેસને ઉમેદવારો શોધવામાં પસીનો આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જેના કારણે દાવેદારો મૂંઝવણમા છે.

ભાજપના નેતા અન્ય પક્ષમાંથી ઝંપલાવશે
એક સમયના ભાજપના નેતા અને ઉમરગામ ગ્રામ પંચાયતમાં ઇનચાર્જ સરપંચની જવાબદારી નિભાવી ચૂકેલા જગદીશભાઈ રાઉતના સીરે રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીના જિલ્લા પ્રમુખની જવાબદારી બાદ વલસાડ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટીની એન્ટ્રી – નગર પાલિકાના વોર્ડ નંબર 04 અને 05માં ઉમેદવારો ઉતારશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો