રોષ:નારગોલની 50 વર્ષ જૂની દેના બેંકને ખસેડવાથી આક્રોશ ફેલાયો

ઉમરગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર ગ્રાહકોએ હવે ખતલવાડા સુધી જવુ પડશે

ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામે સને 1969 મા શરૂ થયેલ દેના બેન્ક નારગોલ તેમજ આજુ બાજુના 5 ગામો માટે ઉપયોગી સાબિત થતી આવી છે. આશરે દસ હજાર જેટલા ખાતા ધરાવનાર દેના બેંક ટૂંક સમય પહેલા બૅન્ક ઓફ બરોડા સાથે મર્જ થતાં બેન્કના ગ્રાહકોને વધુ આધુનિક સગવડો મળે તેવી આશા જાગી હતી.

અન્ય ગામોની બેન્કો કરતાં નારગોલ ગામની બેન્ક વર્ષોથી સારું કામ કરનારી બેન્કમાં ગણતરી થતી આવી છે

બેન્કના કર્મચારીઓની રઢિયાળ કામગીરીથી લોકો ત્રસ્ત બન્યા હતા, બેન્ક મેનેજર મરજી મુજબના સમયે અને અને જાય છે એવી ફરિયાદો ગ્રાહકો તરફથી કરી રહ્યા હતાં.  એવા સંજોગોમાં અચાનક દેના બેન્ક કમ બેન્ક ઓફ બરોડા નારગોલ સાખા 8 કિલોમીટર અંતરે આવેલ ખતલવાડા ગામની દેના બેન્ક સાથે મર્જ કરવા નારગોલ ગામથી સ્થળાંતરીત કરવાની ખબર જણાતા નારગોલ ગામની પ્રજા લાલ ધૂમ બની છે. દેના બેન્ક નારગોલ સાખામાં  હજાર હોવાના કારણે અન્ય ગામોની બેન્કો કરતાં નારગોલ ગામની બેન્ક વર્ષોથી સારું કામ કરનારી બેન્કમાં ગણતરી થતી આવી છે. એવા સંજોગોમાં થોડા સમય પહેલા આવેલા બેન્ક મેનેજરની રઢિયાળ તેમજ મનસ્વી કામગીરીથી નારાજ લોકોએ ફરિયાદનો દોર શરૂ કરતાં અદાવત રાખી બેન્ક અંગે ખોટા રિપોર્ટ રજૂ કરી વડી કચેરીના અધિકારીઓને ગેરમાર્ગે દોરી બેંકને સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહિયા છે. બેન્કનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા અંતિમ ચરણ સુધી પહોચી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...