વિરોધ:સાંસદના નિવેદનનો ઉમરગામમાં વિરોધ થયો

ઉમરગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાં.પં.ના માજી ઉપપ્રમુખે નારાજગી દર્શાવી

વાપી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ડો. કે.સી.પટેલે પોતાના ભાષણમાં ઉમરગામ તાલુકાનો ઉલ્લેખ કરી અગાઉ અપક્ષ ઉમેદવારોને ખરીદવા પડતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે તેના પ્રત્યાઘાતો ઉમરગામ તાલુકામાં પડ્યા છે. વર્ષ 2005માં ભાજપ સત્તા સ્થાને બિરાજે તે માટે જે તે સમયના અપક્ષ ઉમેદવાર ધર્મેશ નાયક તેમજ ગૌરવ કોન્ટ્રાક્ટરે ભાજપને બિનશરતી ટેકો કર્યો હતો.

16 વર્ષ બાદ જાહેર મંચ ઉપરથી સાંસદ ડો. કે.સી.પટેલે અપક્ષોને ખરીદવા અંગે કરેલા નિવેદનને લઇ માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધર્મેશ નાયકએ નારાજગી દર્શાવી સાંસદ ડો કે સી પટેલને આડે હાથે લેતા જો ભૂલ ચૂકથી બોલાયુ હોય તો માફી માંગે નહીં તો ભાજપ પક્ષે નહિ પરંતુ સાંસદ ડો. કે.સી.પટેલ એ પરિણામ ભોગવવું પડશે. તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...