તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીના આદેશ:ઉમરગામના ગામોમાં સરપંચોએ જાહેર કરેલું લોકડાઉન ગેરકાયદે

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોઈ ઉદ્યોગ, ધંધા બંધ કરાવે તો પગલા લેવાશે,કલેક્ટર
  • જાહેરનામું બહાર પાડનારા સામે કાર્યવાહીના આદેશ

ઉમરગામ તાલુકાના ગામડાઓમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા ઉપરાંત મૃત્યુ પણ વધતા હોવાની બૂમરાણને લઇ કેટલાક ગામના સરપંચો અને આગેવાનોએ ચિંતીત બન્યા છે. ગામો મહારાષ્ટ્રના સીમાડા અને ઉમરગામ જી.આઇ.ડી.સી. ને અડીને આવેલા હોવાથી હજ્જરો કામદારોની અવર જવર સંક્રમણનું કારણ હોય સરપંચોએ 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી ગામોના રસ્તા સિલ્ડ કરી બહારથી આવનારા લોકોને અટકાવવામાં આવશે તેમ જાહેર કર્યુ હતું.

જે મુદ્દે હોબાળો થતા અને કલેક્ટરનું દ્યાન જતા તેમણે ઉમરગામની પંચાયતો દ્વારા 16થી 23 મે સુધી જાહેર કરેલા સંપૂર્ણ લોકડાઉનને ગેરકાયદે જાહેર કરી કોઇપણ ઉદ્યોગ ધંધાને ગેરકાયદે બંધ કરવાની ફરજ પાડશે તો તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની ચેતવણી આપી છે.આ રીતે ગેરકાયદે જાહેરનામું બહાર પાડનારા સામે કાર્યવાહી કરવા ડીડીઓને હુકમ પણ કર્યો છે. આ બાબતે સોળસુંબા સરપંચે જણાવ્યું હતુ કે, અમારા ગામમાં સ્થિતિ અત્યંત ખરાબ છે સ્મશાનમાં રોજ 8 થી 10 મૃતદેહનો અંતિમ સંસ્કાર થાય છે. જેથી લોકડાઉન કરવાની ફરજ અમોને પડી છે.

અન્ય સમાચારો પણ છે...