તંત્રને રજૂઆત:નારગોલમાં રાત્રે ભારે પવન સાથે વરસાદમાં 3 ઘરના પતરા ઉડ્યાં

ઉમરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે સ્થળ મુલાકાત કરી નુકસાનીના વળતર અંગે તંત્રને રજૂઆત

ઉમરગામ તાલુકાના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ અને પવનના કારણે નારગોલ માંગેલવાડમાં સોમવાર રાત્રારે ત્રણ ઘરની છતના પતરા ઉડી જવાની ઘટના બની છે. મંગળવારની રાત્રે નારગોલ માંગેલવાડમાં પાંડુરંગ જાદવ મહેર, ભાવેશભાઈ કૃષ્ણ મહેર, રાકેશભાઈ ગોપાલભાઈ દવેનેના ફૂલ ત્રણ મકાનનાં છતના પતરા ભારે પવનમાં એક સાથે ઉડી ગયા હતા.

સદનશીબે ઘરમાં સૂતેલા લોકોનો આબાદ બચાવો થયો હતો. સામાન્ય ઇજા સિવાય કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી. જોકે ઘરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપર વરસાદી પાણી પડતા પરિવારને નુકસાની થઈ હતી. ત્રણેય પરિવારને આડોસ પાડોશમાં રાત પસાર કરવાની સ્થિતિ આવી હતી.

ઘટનાની જાણ ગ્રામ પંચાયતના સ્થાનીક સભ્ય તેમજ ઉપસરપંચ સંધ્યાબેન મહેરને થતા સંધ્યાબેન મહેરે સરપંચ સ્વીટીબેન ભંડારીને જાણ કરતા તેઓએ તલાટી દિપાલીબેન પાટિલ સાથે સ્થળ નિરીક્ષણ કરી નુકસાનીની વિગતો મેળવી તંત્રને રિપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...