તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભીલાડ નજીક ફણસામાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ થઇ

ઉમરગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પિયરથી આવવાની ના પાડતા ચપ્પુથી રહેસી નાંખી હતી

ફણસા ગામે પિયર અને સાસરું ધરાવતી મહિલાનું તેનાજ પતિએ છરાના ઘાં કરી હત્યા કરી હતી. ગણતરીના કલાકોની અંદર મરીન પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ફણસા ગામના મિતનવાડ ફળિયામાં 30 વર્ષીય મમતાના લગ્ન 14 વર્ષ પહેલા ગામમાં જ સમાજના રીત રિવાજ મુજબ પુનિત ગાંડાભાઇ મીતના (રિક્ષા ચાલક) સાથે 14 વર્ષ પહેલા થયા હતા. પતિ મમતા ઉપર અવાર નવાર વહેમ કરી ઝઘડો કરતો હોવાથી મમતા પોતાના સંતાનો સાથે પિયર ચાલી ગઈ હતી.

પતિએ વારંવાર બોલાવવા છતાં મમતા સાસરે પરત નહીં થતાં ખુન્નસ રાખી ગુરુવારે રાત્રે જ્યારે મમતા પોતાના ઘરના લોકોને ફણસા બજાર ખાતે રહેતા ધનસુખ વાસુભાઈ મિતનાના ઘર તરફ જઈને આવું કહીને નીકળી હતી ત્યારે માછીવાડ સુથાર ફળિયા રોડ ઉપર પતિ પુનિત ગાંડાભાઇ મીતનાએ રોકી મમતાના શરીરના ગરદન, માથા અને હાથના ભાગે છરા ના ઘા કરી જીવલેણ હુમલો કરી લોહી લોહાણ અને તરફડતી હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો.

ત્યારબાદ મમતાને સારવાર અર્થે વાપીની ખાનગી હોસ્પીટલમાં ખેસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પિતાની ફરિયાદ આધારે નારગોલ મરીન પોલીસે મમતાના હત્યારા પતિ પુનિત ગાંડાભાઇ મીતના રહે ફણસા મિતનવાડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી PSI શક્તિ સિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી જેના ગણતરીના કલાકોની અંદર પોલીસે આરોપી પુનિત ગાંડાભાઇ મીતના રહે ફણસાની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...