ખાતમુહૂર્ત:દેહરી ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભૂમિ પૂજન કરવામાં આવશે

ઉમરગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના દેહરી ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ભૂમિ પૂજન પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણભાઈ પાટકર અને જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ તથા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લા તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

જેમા 1400 મીટર લાંબી દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોટેકશન વોલ, પીવાના પાણીની ટાંકી કુલ 4 ઘર-ઘર સુધી નળ કનેક્શન, ત્રણ મોટા રસ્તાઓ, દેહરી કોસ્ટલ હાઇવે કામરવાડ ચાર રસ્તાથી ગોવાડા બોર્ડર સુધી સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, ATM વિગેરે કામોનો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...