તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ઉમરગામ સંજાણ માર્ગ પર તંત્રની બેદરકારીથી કાર પલટી

ઉમરગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિવાયડરનું કામ અધૂરૂ રખાતા અકસ્માત, ચાલકનો બચાવ

ઉમરગામના સંજાણ મેઇન રોડ પર બુધવારે ડિવાઇડરની અધૂરી કામગીરીને કારણે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી ગઇ હતી.સદનશીબે આ અકસ્માતમાં કારચાલકને નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

સંજાણ મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલપંપ સામે ડિવાઈડર સાથે થોડા સમય પહેલા કોઈ વાહન આવાથી ડિવાઈડરને ક્ષતિ પહોંચી હતી. ક્ષતિગ્રસ્ત ડિવાઈડર અકસ્માત નોતરી રહ્યું હતું છતાં તંત્રએ ડિવાઈડરનું મરામત નહીં કરાવતા આખરે બુધવાર મોડી સાંજે માર્ગ પરથી પસાર થતી કાર ઉપર ચડી જતા વાહન ચાલકે કાબુ ગુમાવ્યો હતો જેને કારણે અકસ્માત સર્જાયો હતો. કાર પલટી થતાં આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. જોકે કાર ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. આ ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...