બાર્જની જળસમાધિ:ઉમરગામના તડગામ દરિયા કાંઠે 9મા ક્રૂમેમ્બરની લાશ તણાઇ આવી

ઉમરગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોની મદદથી લાશને બહાર કઢાઈ
  • અત્યાર સુધીમાં તિથલમાં 7 અને દમણમાં 1 લાશ તણાઇ આવી હતી

મુંબઇના ઓનએનજીસી જહાજ જે તાઉતે વાવાઝોડામાં ક્રૂ મેમ્બરો સાથે ડૂબી ગયું હતું ને કેટલાક ક્રૂ મેમ્બરો લાપતા હતા. જે પૈકી 7ની લાશ વલસાડના તિથલ દરિયા કિનારેથી, એકની લાશ દમણ દરિયા કિનારેથી અને ગુરૂવારે 9માં ક્રૂ મેબ્મરની લાશ ઉમરગામના તડગામ દરિયા કિનારેથી તણાઇ આવી છે.

તાઉતે વાવાઝોડાના સમયે બોમ્બે હાઈ ખાતે ongcનું પી-305 બાર્જ જહાજમાં કામ કરતાં ઘણા ક્રૂ-મેમ્બરો પોતાનો જીવ બચાવવા લાઈફ જેકેટ સાથે દરિયાનાં ઉછળતા મોજામાં કૂદી પડ્યા હતા.ત્યારબાદ ઘણા ક્રૂ મેમ્બરોને બચાવ દળ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક ક્રૂ-મેમ્બરો લાપતા રહ્યા હતા. જેમાં છેલ્લા 10 દિવસમાં વલસાડના તિથલ દરિયા કાંઠેથી 7 ક્રૂ મેમ્બરની લાશ તણાઇ આવી હતી તો દમણના દરિયા કિનારેથી એક ક્રૂ મેમ્બરની લાશ તાઇ આવી હતીજ્યારે ઉમરગામના નારગોલ દરિયા કાંઠેથી લાઇફ બોટ જેકેટ, જહાજનો કાટમાળ તથા ટાંકી તણાઇ આવી હતી જે સિલસિલો યથાવત રહેતા ગુરુવારે ઉમરગામ તાલુકાના તડગામ દરિયાકાંઠે વધુ એક લાપતા ક્રૂ-મેમ્બરની લાશ વહેલી સવારે દયાજનક હાલતમાં મળી આવી હતી.

ગામના લોકોની નજર દરિયા કાંઠે તણાઈને આવેલી લાશ ઉપર પડતા નારગોલ મરીન પોલીસને જાણ કરતાં સ્થાનિક પોલીસ કર્મી અશ્વિન માંગેલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ લાશને પોલીસકર્મી અશ્વિન માંગેલા સહિત ગામજનોની મદદથી ઉંચકી બહાર લાવવામાં આવી હતી.સૂત્ર અનુસાર ડીએનએ ટેસ્ટ કર્યા બાદ કયા ક્રૂ મેમ્બરની લાશ છે.એની ખાતરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...