છેતરપિંડી:ગાંધીનગરથી બોલું છું કહી આંગણવાડી વર્કરના ખાતામાંથી પૈસા ઉપાડનાર સક્રિય

ઉમરગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફણસા,ગાડરપાડા, તુંબ ગામોની આંગણવાડી બહેનો સાથે ઠગાઈ

ગાંધીનગર થી બોલું છું કહી ઉમરગામની અને આંગણવાડી કાર્યકર્તા બહેનો પાસે ઓટીપી મેળવી પૈસા ઉપાડી લેવાના કિસ્સા વધ્યા છે.

ઉમરગામ તાલુકામાં બેંકમાંથી બોલું છું કહી સામાન્ય જનતાને તેમના બેંક ખાતાના ખાનગી નંબરો પાસવર્ડ તેમજ એટીએમ કાર્ડ નંબર મેળવી અથવા તો ઓટીપી મેળવી ખાતામાં રહેલા પૈસા ઉપાડવાના અનેક કિસ્સાઓ બનતા આવ્યા છે સરકાર દ્વારા કે બેંક દ્વારા અનેક જાહેરાત કરવા છતાં પણ લોકો છે ત્યાં રહ્યા છે તાજેતરમાં ઉમરગામ તાલુકાના આઇસીડીએસ વિભાગ ના આંગણ વાડીમાં કામ કરતી કાર્યકર્તા બહેનો જેમકે આંગણવાડી વર્કરો ને ગાંધીનગર થી બોલું છું કહી કેટલાક અસામાજીક તત્વો પૈસા ઉપાડી છેતરપિંડી કરી રહ્યા હોવાના કિસ્સાઓ વધ્યા છે.

તાજેતરમાં ઉમરગામ તાલુકાના ફણસા, ગાડરપાડા, તુંબ જેવા ગામોની આંગણવાડી કાર્યકર બહેનોને છેતરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યા હોવાનો સૂત્રો પાસેથી જાણકારી મળી રહે છે. જોકે આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ હોય તેઓ જણાવ્યું નથી તો બીજી તરફ અનેક આંગણવાડી બહેનોને ગાંધીનગરથી બોલું છું કહી છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.

જેમાં સંજાણ કોળીવાડ આંગણવાડી કાર્યકર પ્રીતિબેન પટેલના ફોન ઉપર શનિવારના રોજ ફોન કરી આજ પ્રકારથી છેતરપીંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતો પરંતુ આંગણવાડી કાર્યકર બહેનની જાગૃતતાના કારણે તેમણે ઓટીપી આપવાનો ઇનકાર કર્યો હતો અને સામેથી કોલ કરનારને ઝાટકી કાઢ્યો હતો આખરે કોલને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યો હતો. આંગણવાડી કાર્યકર અને જાગૃતતાના કારણે વધુ એક છેતરપિંડી થતી અટકી હતી.

ઉમરગામ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો એકબીજાને આ પ્રકારના કોલ આવી રહ્યા હોવાની વાત જણાવી છેતરપિંડી કરનારાઓ થી બચવા માટે એકબીજાને જાગૃત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...