રેઇડ કરતા ભૂ-માફિયા ફરાર:ઉમરગામ ધોડીપાડામાંથી માટી ખનનના સાધનો કબજે

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ ખાતાએ રેઇડ કરતા ભૂ-માફિયા ફરાર થઇ ગયા

ઉમરગામ તાલુકામાં ધોડીપાડા ખાતે ગેરકાયદે માટી ખનન કરતા સાધનો પકડી પાડી ખાન ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ઉમરગામના ધોડીપાડા વિસ્તારના નિમલા ફળિયા ખાતે બાતમી આધારે વલસાડ ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ એક જમીનમાં થતા માટી ખનન દરમિયાન અચાનક રેડ પાડવામાં આવી હતી.

જ્યાં માટી ખોદવા ઉપયોગમાં લેવામાં આવેલું મરોલી વિસ્તારનું એક જેસીબી ઝડપી પાડ્યું હતું. ત્યાર બાદ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓએ વધુ તપાસ હાથ ધરતા માટીવાળી જમીનની તપાસ કરી ખોદકામ કેટલું થયું છે તેનો કયાસ કાઢી દંડકીય પ્રક્રિયાની જોગવાઈ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં માટી ખનન થતું હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઉમરગામ તાલુકામાં ખાણ ખનીજ વિભાગ મોટી માછલીઓના બદલે નાની માછલીઓને પકડીને સંતોષ વ્યક્ત કરતી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...