સંજાન ડેની ઉજવણી આજરોજ મંગળવાર તારીખ 15 નવેમ્બર 2022 ના રોજ સંજાણ કીર્તિ સ્તંભ ખાતે કરવામાં આવી હતી. આજથી સાડી ત્રણસો વર્ષ પહેલાં પારસી ધર્મની રક્ષા કરવા માટે માદરે વતન ઈરાનને છોડી ભારતના દક્ષિણ ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા. તે સમયના હિન્દુ રાજા જાદીરાણાના દરબારમાં પહોંચી આશરો માંગ્યો હતો. જાદી રાણાને ક્યારે ન ભૂલવાના અભિગમ સાથે 1980થી સંજાણમાં કીર્તિ સ્તંભ ખાતે સંજાણ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં પારસીઓ સમગ્ર દેશ- વિદેશથી સંજાણ આવે છે.
મંગળવારે સંજાણ ડેની ઉજવણી પ્રસંગે સંજાણ સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ અને ફ્લાયિંગ રાણીને સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કર્નલ ભાયા એમની સાથે મુંબઈ પારસી પંચાયતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાકાળના 2 વર્ષના વિરામ બાદ આ વર્ષે થયેલી ઉજવણીમાં પારસીઓની ઉપસ્થિતિ ઓછી જણાઈ હતી. જેમાં પણ યુવા પારસીઓની હાજરી નહિવત જણાતા મંચ ઉપરથી પારસી પંચાયતના ટ્રસ્ટીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. પવિત્ર જશનની ધાર્મિક ક્રિયા સવારે 8:00 કલાકે નારગોલ અને સરોંડાના મોમેદો કરી. ત્યાર બાદ 9:00 કલાકે ઉદવાડાના મોબેદો બીજા જશનની ધાર્મિક ક્રિયા કરી હતી. કાર્યક્રમના અંતે ભોજન કરી સવ છૂટા પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.