ક્રાઇમ:સરઈમાં પરિણીત યુવક સામે સગીરાની દુષ્કર્મની ફરિયાદ

ઉમરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોસલાવી પટાવી 4 વખત કુકર્મ કર્યું

ઉમરગામ તાલુકાના સરઈ ગામમાં પરિણીત યુવાને એક સગીર વયની યુવતીને પ્રેમજાળમાં લાલચવી ફસલાવી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સરઈ ગામમાં ડુંગરી ફળિયામાં રહેતો આરોપી બીપીન ઉર્ફે બિપનો રમેશ ટોકિયા ઉંમર વર્ષ 33 ધંધો માછીમારી પોતાના ગામમાં જ રહેતી ૧૭ વર્ષીય સગીર વયની યુવતીને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધ બાંધી ત્રણથી ચાર વખત તેણીના ઘરે જઈ એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો અને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખીવાની ધમકી આપી હતી.

આ બનાવની ઉમરગામ પોલીસમા ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપી પરિણીત યુવક રમેશ ટોકીયાની ઝડપીપાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...