તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીનો મહાસંગ્રામ 2021:ઉમરગામ પાલિકાના વોર્ડ 2ના રહીશો પાકા માર્ગ, જાહેર શૌચાલય , ગટર જેવી પાયાની સુવિધાથી હજુ પણ વંચિત

ઉમરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની ત્યાં સુધી વોર્ડ નં. 2 માં અપક્ષ ઉમેદવાર જ જીતે છે

બહુધા માછીમારોની વસ્તી ધરાવતો વરોલી ખાડીના કિનારને અડીને આવેલ ઉમરગામ પાલિકાનો વોર્ડ નંબર 02 આજે પણ અનેક પાયાના કામો થી વંચિત છે. વર્ષ 2006માં ગ્રામપંચાયત થી નગરપંચાયત બનેલી ઉમરગામ પાલિકાની ચૂંટણીમાં આ વોર્ડમાં અપક્ષના તમામ ઉમેદવારો વિજય બન્યા હતા.

ત્યારબાદ વર્ષ 2011ની અને 2016ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જાકારો આપી આ વિસ્તારના મતદારોએ તમામ અપક્ષ ઉમેદવારોને વિજય આપવી હતી. સ્થાનિક લોકો ના મત મુજબ છેલ્લા 15 વર્ષ થી આ વોર્ડ માં જૂજ વિકાસ થયો છે. આજે પણ આ વિસ્તારમાં માર્ગો જર્જરિત છે, જાહેર સૌચાલય નો અભાવ છે, માછીમારો માટે રોજિંદા જરૂરી એવી જેટી (હોડી ઘાટ) છેલ્લા 20 વર્ષથી જર્જરિત છે જેનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી.

પાણીના નળમાં નિયમિત પાણી મળતું નથી અનેક ગલીઓમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નહીં હોવાથી રોજિંદા પાણીના નિકાલને લય આડોશ પાડોશ વચ્ચે ઝઘડાનું વાતાવરણ બને છે. કેટલાક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ચૂંટણી ટાણે રૂપિયાની રેલમછેલ કરી મતદારોને આકર્ષિત કરી અપક્ષના સભ્યો સત્તા પ્રાપ્ત કરી ફરી ચૂંટણી આવે ત્યાં સુધી અદ્રશ્ય થઈ જતાં હોય છે. કેટલાક મોટા માથા અને વગદાર સભ્યો સત્તા પ્રાપ્ત કરી પોતાના સ્વાર્થના કામો કરવા સિવાય સામાન્ય નગરજનોની સમસ્યા તરફ ફરી ને જોતાં જ નથી.

વોર્ડ નંબર 02 ના કુલ મતદારો
મહિલા મતદારો - 1308
પુરુષ મતદારો - 1228
કુલ મતદારો - 2536

આયોજનબદ્ધ વિકાસ કામો ન થતાં બહુધા લોકોમાં અસંતોષ
પાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં આ વોર્ડમાં પેવાર બ્લોક માર્ગો, કેટલાક ભાગમાં ગટર, સ્ટ્રીટ લાઇટ, સરકારી આવાસો જેવા કામ થયા છે જોકે આયોજન બદ્ધ કામગીરી થઈ ન હોવાના કારણે બહુધા લોકોમાં અસંતોષ છે.

15 વર્ષે બનેલો માર્ગ પણ અધૂરો
વોર્ડ નંબર 2ના વચલા ફળિયામાં 15 વર્ષથી જર્જરિત બનેલો માર્ગ બન્યો પરંતુ પૂરો માર્ગ નહીં સ્થાનિક રહીશો હેરાન પરેશાન છે.

વોર્ડમાં રસ્તા. ગટર, પાણી સહિત અનેક સમસ્યાની ભરમાર
છેલ્લા 15 વર્ષથી અમારા વોર્ડમાં વિકાસના કામો નહિવત થયા છે. વોર્ડની રજૂઆતો પાલિકાએ સાંભળી નથી. શૌચાલય, ગટર, પાણી, માર્ગો અનેક સમસ્યા છે.> કુંદન મોતિરામ માછી, સ્થાનિક યુવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો