તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ઉમરગામ મામલતદાર કચેરીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી

ઉમરગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા કચેરીમાં જ પ્રશ્ન હલ ન કરાતા અરજદારો મુશ્કેલીમાં

ગત બે દિવસથી વરસતા વરસાદને કારણે ઉમરગામ પંથકમાં મુખ્ય માર્ગો પર તેમજ મામલતદાર કચેરીમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ઉમરગામ તાલુકા મામલતદાર કચેરીમાં આવતા અરજદારો માટે વ્યવસ્થાના અભાવે વરસતા વરસાદમાં કલાક સુધી વહીવટી કામ પૂરું ન થાય ત્યાં સુધી ખડે પગે તપસ્યા કરવી પડતી હોય છે વર્ષોથી ઉમરગામ મામલતદાર કચેરીમાં વ્યવસ્થાના અભાવે ના કેવળ ચોમાસામાં પરંતુ વર્ષ દરમિયાન સોચાલય તેમજ બેઠક વ્યવસ્થાના અભાવે તાલુકાના અરજદારોએ ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

જોકે કચેરીના નિર્માણ માટે અગાઉ તજવીજ હાથ ધરાઇ હતી પરંતુ કેટલાક કારણોસર કામગીરી ખોરંભે પડતા આજ દિન સુધી તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી. ઉપરોક્ત બાબતે મંત્રી રમણભાઇ પાટકરે જિલ્લા કલેક્ટર નું ધ્યાન દોરી મામલતદાર કચેરીના નિર્માણની કામગીરી સત્વરે શરૂ થાય તે દિશામાં ધ્યાન દોર્યું છે.

અન્ય સમાચારો પણ છે...