તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ઉમરગામ પાલિકાની ચૂંટણી માટે ભાજપના કેટલાક દાવેદારોની અપક્ષ પેનલની તજવીજ

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ પાલિકાની ચૂંટણી માટે બીજા દિવસે પાલિકા કચેરીમાં ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. 3 વાગ્યા સુધી કુલ 76 ફોર્મ ઉમેદવારો લઇ ગયા હતાં. જેમાં 50 ફોર્મ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અને અન્ય અપક્ષ ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતાં.આ ચૂંટણીમાં ઉમરગામ નગરના તમામ વોર્ડ ખાતે અપક્ષ ઉમેદવારો મોટી માત્રામાં ઉમેદવારી કરે તેવી શક્યતા છે. ભાજપ પક્ષ દ્વારા ટિકિટની વહેચણીને લઇઅનેક કાર્યકર્તાઓમા નારાજગી વધે તેવી સંભાવના છે.

ભાજપ પક્ષ દ્વારા ટિકિટની વિધિવત જાહેરાત હજી કરવામાં આવી નથી. ટિકિટથી વંચિત દાવેદારો અપક્ષ પેનલ બનાવવા માટે તજવીજમાં હોવાનું કહેવાય છે. ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો ઉપાડવાની સારી તક છે પરંતુ ઉમરગામ શહેરમાં કોંગ્રેસની સ્થિતિ થોડી નબળી હોવાનું મનાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો