કાર્યવાહી:ઉમરગામના પળગામથી કેમિકલનો જથ્થો મળતા 2 આરોપીની પોલીસે અટક કરી

ઉમરગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કથિત ચોરીના 2.70 લાખના 200 કેમિકલ ભરેલા ડ્રમ પોલીસે કબજે લીધા

વલસાડ એલસીબી પોલીસના માણસો ઉમરગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મંગળવારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એવી બાતમી મળી હતી કે, ઉમરગામના પળગામમાં ચિરાખાડી પાસે રહેતા કુષીલ અમરત રાઠોડે ઘરના આંગણામાં ખુલ્લી જગ્યામાં 200 લિટરના પ્લાસ્ટિકના ડ્રમમાં કેમિકલ પ્રવાહી ભરી રાખેલ હોય અને તેની પાસે બીલ નથી આ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી.

ત્યાં હાજર કુષીલ અમરત રાઠોડ અને નવીન મગન પવાર રહે ઉમરગામ ડમરુ વાડી મૂળ રહે મહારાષ્ટ્ર પાસે ડ્રમમાં કેમિકલ જેવા પ્રવાહી ભરેલ મુદ્દામાલના બિલ પુરાવા વગેરે માંગતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અને ગલ્લાતલ્લા કર્યા હતા અને પોતાના મિત્ર પાસે બોઈસરથી વેચાણ માટે મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું.

આમ પ્લાસ્ટિકના ડ્રમમાં કેમિકલ પ્રવાહી ભરી રાખેલ હોય અને બિલ પુરાવા ન હોય આ મુદ્દામાલ ચોરી અથવા છળ કપટથી મેળવેલ હોવાનું લાગતા તપાસ અર્થે કુલ 30 ડ્રમો 200 લીટરની સમતાવાડા કુલ અંદાજે રૂપિયા 270000નો મુદ્દામાલ કબજે લઇ બંને ઇસમોને તાબામાં લઈ એફએસએલ કચેરીમાં પ્રવાહીના નમૂનાઓ તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં એલસીબી પોલીસે ફરિયાદ આપતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ભીલાડના નરોલી માર્ગ પર મોટા પ્રમાણમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીની કૌભાંડ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...