ધરપકડ:સંજાણ નજીક IPL ક્રિકેટ સટ્ટો રમતા પોલીસે 4ની ધરપકડ કરી, 2 વોન્ટેડ

ઉમરગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીવી, મોબાઇલ અને રોકડ રકમ મળી 97 હજારનો મુદ્દા માલ કબજે

ઉમરગામના સંજાણ ગામ નજીક એલસીબી પોલીસ અલ્લારખું અમીરભાઈ વની અને તેમની ટીમ દ્વારા ગુના સંબંધિત અર્થે પેટ્રોલિંગ પર હતા,તે દરમિયાન બાતમી મળી હતી કે,સંજાણ નજીક આઇપીએલ 20-20 ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યા છે. તેવી બાતમીની ખાતરી કરવા અર્થે બાતમીની જગ્યાએ ખરાઇ કરવા ગયા હતા. જ્યાં છ આરોપીઓ ક્રિકેટ મેચનો સટ્ટો બેટિંગની આઇડી મેળવી પોતાના આર્થિક ફાયદા અર્થે અન્ય બહારના ગ્રાહકોને બોલાવી લખનૌ સુપર જાયન્ટ અને કોલક્તા નાઈટ રાઈડર્સની લાઈવ મેચ ઉપર આઇડી ખોલી હારજીતના સોદાઓ કરી મેચ સટ્ટો રમાડતા હતા.

જે અચાનક પોલીસે રેડ કરી ત્રાટકતા 4 ઈસમોમાં રેહાન અને ફૈજાન સરવર સમસુદ્દીન અન્સારી ઉં.વ 30 અને 26,રહે હાલ ઉમરગામ ગાંધીવાડી ચિત્રકૂટ સાઈ કોમ્પ્લેક્સ ફ્લેટ નં. 302 ઉમરગામ,મૂળ રહે ગામ આસનસોલ બડાકર થાના કુ,જી. વર્ધમાન,પશ્ચિમ બંગાળ, અસલમ મકબુલ શેખ ઉં.વ 42,રહે ગાંધીવાડી ચિત્રકૂટ સાઈ કોમ્પ્લેક્સ રૂમ નં. 303 ઉમરગામ,અને નિઝામ હનીફ હમિદ ઉં. વ 42,રહે ગાંધીવાડી ચિત્રકૂટ કોમ્પલેક્ષ ફ્લેટ નં.304 મૂળ રહે ગામ કોયલા, થાના હનવારા,જી ગોન્ડ,ઝારખંડની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે અલ્તાફ મલેક,રહે સંજાણ બંદર ઉમરગામ અને અમિત તિવારી રહે,વાપી નાઓ સમગ્ર ઘટના દરમિયાન ભાગી જવામાં સફળ રહેતા પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.ત્યારે પોલીસે તમામ આરોપીઓની અંગજડતીમાં રોકડ રૂ.28600,એલ ઈડી ટીવી કિ.રૂ ૩૦,૦૦૦,મોબાઇલ ફોન નં.6 કિં.રૂ 38500,મળી કુલે 97100નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપી ઈસમોની ધરપકડ કરી અન્ય બે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...