તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઉમરગામ તાલુકામાં જાતિ-આવકના દાખલા માટે અરજદારોને ધરમધક્કા

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર અને ટીડીઓ એક બીજાને ખો આપતા પ્રજાનો મરો

ઉમરગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિના દાખલા ફાળવવાની જવાબદારી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી એક બીજા ઉપર ઢોળી રહ્યા હોય કામગીરી અટવાતા અરજદારો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે.

ઉમરગામ શહેર પ્રમુખ સુરેશભાઇ યાદવ અને કોંગ્રેસના આગેવાનોએ એક લેખિત આવેદન પત્ર રાજયપાલના નામથી મોકલી જણાવ્યુ છે કે, ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. જાતિના દાખલા ફાળવવા માટેની સત્તા ટીડીઓને આપી હતી પરંતુ ટીડીઓની કચેરીમાં જાતિના દાખલાની સત્તા મામલતદારને આપવામાં આવેલી છે એમ કહીં અરજદારોને મામલતદર કચેરીમાં મોકલવામાં આવે છે. જ્યારે મામલતદાર દાખલા આપવાની સત્તા તેમની પાસે નથી તેમ જણાવી રહ્યા છે.

પરિણામે જાતિ અંગેના દાખલા મેળવવા માટે અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે. ગરીબ અરજદારોની સ્થિતિ કફોડી બની છે છતાં સત્તા પક્ષ ભાજપના હોદ્દેદારોનું પેટનું પાણી હાલતું નથી. ત્યારે કોંગ્રેસે દાખલા અંગે પડતી હાલાકી નિરાકરણ અંગે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...