ઉમરગામ નગરપાલિકામાં ગત માર્ચ2021માં ભાજપને બહુમતી મળતાં પક્ષ દ્વારા ચારૂલતાબેનની પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. વહીવટનો કોઈપણ અનુભવ ન ધરાવતા સભ્યને પ્રમુખની જવાબદારી બી.જે.પીએ સોપતા ખુદ બી.જે.પીના સાથી સભ્યોમાં પ્રમુખના વહીવટથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાલિકા પ્રમુખની જવાબદારી મળ્યા બાદ નિયમિત પાલિકા કચેરી આવી વહીવટ કરવાના બદલે પ્રમુખ ચારૂલતાબેન પોતાના ઘરેથી પાલિકાનો વહીવટ કરી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. સામાન્ય સહી માટે પણ કર્મચારી પ્રમુખના ઘરે જઈ સહી કરાવી પડતી હોવાની તથા કચેરીમાં પ્રમુખની નિયમિત ગેરહાજરીથી પાલિકાનો વિકાસ અટકી ગયો હોવાનું સાથી સભ્યો અનુભવી રહ્યા છે.
હાલ પાલિકાની સ્થિતિ સામાન્ય એક નાની ગ્રામ પંચાયત જેવી જોવા મળી રહી છે. સાથી સભ્યોના જણાવ્યા મુજબ વિકાસના વિવિધ કામો માટે પાલિકાની તિજોરીમાં 40 કરોડની ગ્રાન્ટ હોવા છતાં નવી બોડીના શાસનના એક વર્ષમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. જેને લઈ ચૂંટાયેલા સદસ્યોમાં ભારે અસંતોષ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.