વિવાદ:2 મજૂર વચ્ચે જમવા મુદ્દે મારામારીમાં એકનું મોત

ઉમરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામમાં બાંધકામ સાઇડ પર બનેલી ઘટના

ઉમરગામમાં એક બાંધકામ સાઇડ પર રાત્રે જમવા મુદ્દે 2 મજૂર વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મજૂરે તેના સાથી મજૂરને માથામાં પથ્થર મારતા ગંભીર ઇજાને લઇ તેનું મોત નીપજ્યું હતું, પોલીસે હત્યાના ગુનામાં આરોપી મજૂરની ધરપકડ કરી છે.ઉમરગામના સોળસુંબા ભાઠી રોડ ઉપર ગ્રીન ફિલ્ડ ડ્રીમ રો હાઉસની ચાલી રહેલી કન્ટ્રકશન સાઈટ ઉપર ઝારખંડથી આવેલા મજૂરો વચ્ચે રાત્રિના અઢી વાગ્યાના સુમારે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો.

ઉશ્કેરાયેલા આરોપી પાસ્કલ અલ્ફન સિંદૂરિયા ઉંમર વર્ષ 22એ પોતાની સાથેના મજૂર અનિલ ઠેભા ડુગડુગ ઉવ 36 મૂળ રહે ઝારખંડને માથામાં પથ્થર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત અનિલને સારવાર માટે ઉમરગામ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થતા પોલીસે આરોપી પાસ્કલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ઉમરગામ પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરી છે. સામાન્ય ઝઘડામાં એક મજૂરે અન્ય મજૂરને ગુસ્સામાં મોતને ઘાટ ઉતાર્યો.

અન્ય સમાચારો પણ છે...