ઘરેથી મિત્રો સાથે પાર્ટી કરવા દરિયા કિનારે જાઉં છું કહીં પરત ન આવેલા યુવાનની લાશ એકાંત ખેતર વિસ્તારથી મળી આવતા નારગોલ ગામમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસને શંકા જતા પેનલ પીએમ કરાવ્યા બાદ રિપોર્ટમાં યુવકનું ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનું બહાર આવતા મરીન પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનોં દાખલ કર્યો છે. ઉમરગામ બારીયાવાડા હોસ્ટેલ હાઇવે પાસે રહેતા તરલ કુમુદભાઈ બારીયા ઉંમર વર્ષ 29ની ગત 13 માર્ચે નારગોલ નવાતળાવ પારસી ડુંગરવાડીની પાછળ ખુલ્લા ખેતરમાંથી લાશ મળી હતી.
તે સમયે પોલીસે એડી નોંધી આગળની તપાસ હાથ ધરતા પીઆઈ બી.ડી જીત્યાએ યુવકના મૃત્યુનું કારણ પેનલ પીએમ કરાવડાવતા રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું જેથી તપાસ આગળ ધપાવતા મૃતક તરલના SBI બેન્કના ખાતામાંથી 13 અને 15 માર્ચે રૂ.2,87189 ઉપાડેલા હોવાનું જણાતા પરિવાર તથા સગાસંબંધીઓને પૂછતા મૃતકના પૈસા કોઈ સગા સંબંધીએ ઉપાડેલ નથી એવું જાણવા મળ્યું છે. જે બાબત મહત્વની કડી સાબીત થઇ શકે છે.હાલ તો પોલીસ હત્યારા મનાતા રૂપિયા ઉપાડનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.