તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:‘નારગોલ બંદર પ્રજાના હિત માટે છે, સહયોગ આપો, વિરોધ કરશો તો સરકાર છોડશે નહીં’

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઠાંના સરપંચોને મંત્રી પાટકરે નિવાસ સ્થાને બોલાવી બંદરના તરફેણ માટે દબાણ કર્યાનો આક્ષેપ

નારગોલ ગામે રાજ્ય સરકાર દ્વારા બંદર વિકાસ કરવાની ફરી જાહેરાત થતાં ઉમરગામ તાલુકાનાં કાંઠા વિસ્તારના માછીમારો અને ખેડૂતોને સંભવિત નુકશાન થવાની ભીતિને લઇ બંદરનો વિરોધ શરૂ થઇ ગયો છે.આવા સમયે વન મંત્રી અને ઉમરગામ 182 ના ધારાસભ્ય રમણલાલ પાટકરે વિકાસના કામો માટેની ચર્ચા કરવા તાલુકાનાં સરપંચોની બેઠક તેમના ધોડિપાડા નિવાસ સ્થાને બોલાવી હતી જેમાં નારગોલ બંદર જાહેર જનતાના હિત માટે હોવાનું જણાવી કોઈએ પણ બંદરના વિરોધમાં ઠરાવ કરવો નહીં.

કરશો તો સરકારી કામમાં દાખલગિરિનો કેસ કરી પોલીસ કાર્યવાહી સરકાર કરશે તેવું જણાવી બંદરના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ઉમરગામ તાલુકામાં બંદર નિર્માણ માટે છેલ્લા 25 વર્ષથી પ્રયશો ચાલી રહ્યા છે. ભૂતકાળમાં બે વખત બંદર નિર્માણ માટે એજન્સી નક્કી કરી કામગીરી પણ સોપી હતી જોકે સ્થાનિક લોકોના બંદર સામે પ્રચંડ વિરોધને લઈ પ્રોજેકટ પડતો મૂકયો હતો.

હાલ ફરી એક વકત સરકારે નારગોલ ખાતે બંદર નિર્માણ માટેની જાહેરાત કરી ટેન્ડર બહાર પાડવામાં આવતા ફરી એક વખત ઉમરગામ તાલુકામાં બંદરને લઇ ચર્ચા ગરમાઇ રહી છે. બંદર વિકાસ થવાથી ઉમરગામ તાલુકામાં અનેક રોજગારીની તક ઊભી થવાની સંભાવના નકારી શકાય તેમ નથી તો બીજી તરફ નિર્માણ પામનારા બંદરને જોડતા માર્ગો, રેલ માર્ગો, વેર હાઉસ વગેરે માટે પંચાયતની અને ખાનગી જમીનનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે નારગોલ સહિત અનેક ગામોની પ્રજાને નુકશાની વેઠવી પડે તેવી ભીતિ છે.

બંદરના આગમન પૂર્વે જ રાજકારણ ગરમાઈ રહ્યું છે
કોઈને દબાણ કર્યું નથી, વિકાસમાં સહયોગ માંગ્યો: પાટકર
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, સૌપ્રથમ બંદરનો વિરોધ શા માટે. સરકારે બંદર માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે. આ વિસ્તારની પ્રગતિ માટે સરકાર કામ કરી રહી છે. જેથી વિરોધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સરપંચોને ધમકાવવા કે દબાવવાનો વાત જ કરી નથી. વિકાસના કામમાં સૌએ સહકાર આપવો જોઈએ. આ પ્રોજેક્ટની દિશા આપવાની આ સૌની ફરજ છે. જેથી મે બેઠકમાં સરપંચોને બંદરના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

કાઠાંના વિવિધ ગામના 11 હજાર માછીમારોને રોજી છીનવાઇ જવાનો ભય
માછીમારો માટે નારગોલના દરિયાની અંદર મુખ્ય ફિસિંગ ઝોન આવેલો હોય એ વિસ્તારમાં બંદર નિર્માણ થવાથી નારગોલ સહિત ખતલવાડા, મરોલી, કાલય સહિત અનેક ગામોના 11 હજાર જેટલા માછીમાર પરિવારોને રોજી રોટી છીનવાઇ જશે તેવા ભયથી માછી સમાજમાં પણ બંદર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...