સરોંડા ગામના કષ્ટભંજન મંદિરમાં રહી નારગોલની જલારામ હાઇસ્કુલમાં ભણતો વિદ્યાર્થી ભેદી રીતે ગુમ થવાની ઘટના બની છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના સરોંડા ગામના કષ્ટભંજન મંદિરમાં રહી નારગોલની જલારામ હાઇસ્કુલમાં ધોરણ નવ માં ભણતો હર્ષ ઝાંઝુકિયા ઉંમર વર્ષ 14 બે દિવસ પહેલા શાળામાં રિસેસ દરમિયાન શાળાથી નીકળી ગયો હતો. શાળા છૂટવાના સમય બાદ મંદિરે પરત ન થતા મંદિરના પુજારી દીપકસ્વામી તેમજ તેમના પિતાને ધ્યાન પર આવતા બાળકની શોધખોળ શરૂ કરી હતી.
શોધખોળ દરમિયાન બાળકની સાયકલ શાળાની અંદર જોવા મળી હતી ઘટનાની જાણ શાળા સંચાલકો સહિત નારગોલ પોલીસ મથકમાં કરતા ચારે દિશામાં બાળકની શોધખોળ કરતા પોલીસ દ્વારા કેટલાક વ્યક્તિની પૂછપરછ કરતા બાળક નારગોલ બંદર તરફ ગયા બાદ રિક્ષામાં બેસી સંજાન સ્ટેશન સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા દરેક વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. બાળક ટ્રેનમાં બેસીને ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવી રહીયું છે.
જોકે હજી બાળકનો પત્તો લાગેલ નથી. માતા વિના પિતા સાથે મંદિરમાં રહી નારગોલની જલારામ સ્કૂલમાં ભણતો વિદ્યાર્થી આમ અચાનક ભાગી કેમ જવા મજબૂર થયો એ બાબત તપાસનો વિષય છે જાણવા મળે છે કે બાળકના પિતા મંદિરની અંદર રસોયાની કામગીરી કરે છે જ્યારે મંદિરના પૂજારી દિપકસ્વામી બાળક સાથે હર હંમેશ માટે ક્રૂરતા પૂર્વક વ્યવહાર કરતો હોય ઘણીવાર માર પણ મારતા હોવાની બાબત સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે. વારંવાર બાળક સાથે આ પ્રકારનું વર્તન થતું હોવાના કારણે બાળક નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.