વિવાદ:ઉમરગામમાં આપના ભંગવતના પ્રચારમાં મોદી મોદીના નારા લાગ્યા

ઉમરગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએમની રેલીમાં નારા લગાવનારા લોકોને પોલીસે દૂર કર્યા

આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પંજાબના મુખ્યમંત્રી ભંગવત મન ઉમરગામ ખાતે આવી પહોંચ્યા હતા.જોકે તેમના પ્રયાચ દરમિયાન કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવતા વિવાદ સર્જાયો હતો. ગુજરાત વિધાનસભા 182 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ધોડીના પ્રચાર માટે સોમવારે પંજાબના મુખ્યમંત્રી ભંગવત માન ઉમરગામ આવી પહોંચ્યા હતા. ઉમરગામ ગાંધી વાડી પાવર હાઉસથી આકરા મારૂતિ ત્રણ રસ્તા સુધી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ સાથે આવી પહોંચેલા ભગવત માને ભાજપ પર શાબ્દીક પ્રહારો કર્યા હતા અને એક વખત આમ આદમી પાર્ટીને તક આપવાની વાત કરી હતી.જોકે પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ મોદી મોદીના નારા શરૂ કરતાં માહોલ ગરમાયો હતો

જેથી મોદી મોદીના નારા લગાવનારા લોકોને સ્થાનિક પોલીસે રોકીને દૂર કર્યા હતા. બીજી તરફ ધરમપુરમાં પણ ભગવંત માને આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. ઉમરગામ બાદ કપરાડાના નાનાપોંઢા અને ધરમપુરમાં પંજાબના સીએમ ભગવંત માને રેલીને સંબોધી હતી. ચૂંટણીના દિવસો નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને જીતડવા માટે એડી ચોટીનું જોર લગાવીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...