સહાય:માનસિક રીતે અસ્થિર બોઈસરની ગુમ યુવતીને સંજાણના સેવાભાવીએ આશરો આપ્યો

ઉમરગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોદરેજ પંથકીએ યુવતીને જમાડી, પરિવાર સાથે ભેટ કરાવી

સંજાણ બજારમાં માનસિક રીતે અસ્થિર હાલતમાં 23 વર્ષીય યુવતી મળી આવતા સંજાણના એક સેવાભાવી વ્યક્તિઓએ આ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. સંજાણ બજાર વિસ્તારમાં 23 વર્ષીય એક યુવતી કોઈ સંકટમાં હોય તેવું જણાવતા ગામના લોકોનું ધ્યાન દોરાયું હતું. સંજાણ ગામની અંદર સેવાના કાર્યમાં હર હંમેશ માટે અગ્રસેર રહેતા એવા ગોદરેજ પંથકીને જાણ થતાં તેઓ તેમની દીકરી અને મિત્રો સાથે આ યુવતી પાસે પહોંચી યુવતી શું તકલીફ છે તે અંગે જાણવાની કોશિશ કરી હતી.

યુવતીની માનસિક સ્થિતિ બરાબર ન હોય તે કશું બોલતી ન હતી. બે દિવસથી યુવતી ભૂખી હોવાનું જણાતા આ સેવા ભાવિ ટીમે યુવતીને સુરક્ષિત સ્થળે બેસાડી જમવાની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકતા ગોદરેજ પંથકીના મિત્ર વર્તુળ થકી યુવતી મહારાષ્ટ્રના બોઈસર ગામના ઓસ્વાલ વિસ્તારના નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતું પાયલોટ પરિવારની હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રના શિવસેના જિ. પ્રમુખ રાજેન્દ્ર પાટીલ, પ્રવીણ, લક્ષ્મણભાઈએ સ્થાનિક સેવાભાવી અગ્રણી વ્યક્તિઓનો સંપર્ક થતા યુવતીને સ્થાનિક પોલીસની હાજરીમાં પરિવારને સોંપી હતી.

યુવતી બોયસરના પાયલોટ પરિવારની
ગોદરેજ ભાઈના જણાવ્યા મુજબ સંજાણમાં મળી આવેલ 23 વર્ષીય તાન્યા સિંગ ના દાદા એર ઇન્ડિયામાં પાયલોટ તરીકે નોકરી કરતા હતા. તેઓ હાલે નિવૃત્ત છે. તેમના પરિવારની આ દીકરી માનસિક રીતે તનાવમાં આવી જતા ટ્રેન માં બેસી સંજાણ ચાલી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...