ધાર્મિક:શતાબ્દિથી ગણેશ ભક્તો માટે ઉમરગામનુંં મહાગણપતિ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું

ઉમરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભીખુબા અણ્ણા પરિવારના વડવાઓએ મંદિર બનાવ્યું હતું

જૂના ઉમરગામના દરિયા કિનારે પ્રસિદ્ધ મહાગણપતિ મંદિર છેક મહારાષ્ટ્રના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. વરોલી ખાડીના તટને લાગેલું પ્રાચીન મંદિરની સ્થાપના વર્ષ 1883માં બ્રાહ્મણ પિંપુટકરના ઢોંડીરાજ વિનાયક પિંપુટકર નામક શેઠે કરી હતી. ઢોંડીરાજ વિનાયક પિંપુટકરને ગણેશજી સ્વપ્નમાં આવી મંદિર નિર્માણ માટે સંકેતો આપ્યા હતા. દરિયા કિનારે ચણતર તથા સાગી લાકડાનું દેશી નલિયા વાળું મંદિર નિર્માણ કરાવ્યુ હતું.

મંદિરની અંદર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા માટે મૂર્તિ ખરીદી કરવા તેઓ બરોડા ગયા હતા. મૂર્તિકાર પાસે પહોંચી એકજ નજરમાં ત્યાં બનાવીને મુકેલ મરૂન રંગની મૂર્તિ પસંદગી કરી કિંમત પૂછતા મૂર્તિકરે એ મૂર્તિ વેચવાની નહીં હોવાનું જણાવ્યુ હતું. શેઠ પિંપુટકરે મૂર્તિકારને આજીજી કરવા છતાં મૂર્તિ આપવાનો ઇનકાર કરતાં શેઠ અન્ય મૂર્તિ લીધા વિના પરત થયા હતા. રિદ્ધિ સિદ્ધિ સહિત ગણપતિ બાપ્પાની મરૂણ રંગના પત્થરની દિવ્ય મૂર્તિ જેના હાથ ઉપર તલ જેવી નિશાની શેઠને અતિ આકર્ષિત કરી દીધા હતા.

પરંતુ મૂર્તિકારે બીજા મંદિર માટે બનાવી હોવાનું જણાવી આપી ન હતી. અચાનક મૂર્તિકારે શેઠ ઢોંડીરાજ પિંપુટકર ઉપર ટ્રન્ક કોલ કરી એ મૂર્તિ આપવાનો સંદેશો મોકલતા શેઠ બરોડા મૂર્તિ ખરીદી કરવા ગયા હતા. દરિયાય માર્ગે બોટમાં મૂર્તિને લાવવામાં આવી હતી. સંકટ ચોથના દિને 1883માં મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. આજે પણ ઢોંડીરાજ વિનાયક પિંપુટકરના વારસદારો પૂરી નિષ્ઠાથી ગણેશ ભગવાન અને મંદિરની સેવા કરી રહ્યા છે. હાલમાં ભીખુબા અણ્ણા પરિવારના અનિલભાઈ વિનાયક પિંપુટકર મંદિરના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.શતાબ્દી જૂના મંદિરની નિભાવની મરામત અને વ્યવસ્થા ખૂબજ સારી રીતે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...