તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમરગામમાં દીકરાએ જમવા મુદ્દે બાપને મોતને ઘાટ ઉતાર્યો

ઉમરગામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાકડાનો ફટકો માથામાં મારતા સારવારમાં મોત થયું

ઉમરગામ તાલુકાના પળગામ ફાટક પ્લાટ ફળિયા નવીનગરી ખાતે શુક્રવારે સાંજે જમવાની બાબતમાં એક દીકરાએ પોતાના સગા બાપને લાકડાના ફટકાથી માથાના ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉમરગામ પોલીસે આરોપી પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરગામના પળગામે રહેતા 60 વર્ષીય શંકરભાઇ દુબળા અને તેમનો પુત્ર વિકેશ શુક્રવારે ઘરના જમાઇનું નિધન થતાં તેઓ બેસણુંમાં ગયા હતા. બેસણુંમાંથી ઘરે પરત આવ્યા પુત્ર વિકેશે જમવાનું શું બનાવ્યું છે એમ પૂછયું હતું. જોકે, પિતાએ જવાબ આપ્યા વિના જ ઘરની બહાર નીકળી ગયો હતો. સાંજે પાંચ વાગ્યે પિતા શંકરભાઈ ઘરે પરત આવતા આરોપી વિકેશએ કહેલ કે તમે ક્યાં ગયા હતા.આવું કહેતા પિતા શંકરભાઇએ આરોપી દીકરા વિકેશને બોલવા લાગેલા હતા. તે દરમિયાન વિકેશ ઉર્ફે વિકી એકદમ ઉશ્કેરાઇ જઇ લાકડાનો જાડો ડંડો તેના પિતા શંકરભાઈને માથા ઉપર ડાબી બાજુ મરણતોલ ફટકો મારતા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.

ઇજાગ્રસ્ત વૃદ્ધ પિતાને પડોશી અને સંબંધીઓ ઉમરગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા જ્યા તેમનું મોત નિપજયું હતું. ફળિયામાં જ રહેતા સંતોષ મંગુભાઈ દુબળાએ ઉપરોક્ત ઘટના સંદર્ભે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી વિકેશની ઉમરગામ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમવા જેવી નાનકડી વાતમાં પુત્રના હાથે જ વૃદ્ધ પિતાની હત્યાની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો