તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Umbergaon
  • In Umargam, The People Who Had Sealed The Gandhiwadi Were Overwhelmed By The Inconvenience, The Locals Were Frustrated With The Lack Of Necessities Of Life And Water.

હાલાકી:ઉમરગામમાં ગાંધીવાડી સીલ કરી દેવાતા લોકોને પડતી અસુવિધાને લઇ હોબાળો, સ્થાનિકોને જીવન જરૂરિયાતની સામગ્રી અને પાણીના ફાંફાં પડતા અકળાયા

ઉમરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 ગાંધીવાડીના પ્રગતિનગરમાં એક મહિલા કોરોનો પોઝીટિવ આવતા એ વિસ્તારને સીલ કરી દીધાના પાંચ દિવસ બાદ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ તેમજ પીવાના પાણીની પડતી અસુવિધા જેવી બાબતે સ્થાનિક રહીશો ભેગા થઈ હોબાળો કરતાં સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.

બહુધા પરપ્રાંતિ વસ્તી ધરાવતું ગાંધીવાડી વિસ્તારના પ્રગતિનગર ખાતે રહેતી 27 વર્ષીય મહિલાને પાંચ દિવસ પૂર્વે કોરોનો પોઝીટિવ જણાતા તંત્ર સતર્ક બન્યું છે. પાંચ દિવસથી સમગ્ર વિસ્તારને કનટેનટમેન્ટ ઝોન તરીકે જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યું છે. કનટેનટમેન્ટ ઝોન વિસ્તારના લોકોને જરૂરી ચીજ વસ્તુ અનેે પાણીની સુવિધા ન મળતા શનિવારે પ્રગતિ નગર વિસ્તારના પ્રવેશદ્વારે લોકોની ભીડ જામવાં માંડી હતી. સ્થાનિકો ભેગા થતાં સ્થાનિક પોલીસ, પાલિકાના કર્મચારીઓ, મામલતદાર સ્થળ ખાતે દોડી આવ્યા હતા. લોકો દ્વારા તંત્ર તરફ સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કનટેનટમેન્ટ ઝોન જાહેર કરી સમગ્ર વિસ્તારને સીલ કર્યા બાદ તેઓને જરૂરી સર સમાન, પીવાનું પાણી મળતું નથી. કડક સચનાના કારણે લોકો જાતે પણ બહાર નીકળી શકતા નથી. આવા સંજોગોમાં આ વિસ્તારના લોકોને ભારે અગવાડો પડી રહી છે. જેવા મુદ્દાને આગળ કરી 100 થી 150 મહિલા સહિત લોકોનું ટોળું એકત્રિત થઈને હોબાળો શરૂ કરતાં ઉમરગામ પોલીસ મથકના ઇનચાર્જ પી.આઈ. જે જે ડાભી અને તેઓની ટીમે પરિસ્થિતિ વણસે તે પહેલા પરિસ્થિતીને કાબૂ કરી  દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...