તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઉમરગામમાં બિલ્ડરે દીવાલ ઉપર ગંદકી રોકવા લગાવેલી દેવી દેવતાની છબી દૂર કરાઇ

ઉમરગામ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધાર્મિક લાગણી દૂભાતા ઘર્મ રક્ષતિ ગ્રૃપે આવી છબીઓ ન લગાવવા અપીલ
 • પાન-ગૂટખા ખાઇને બિલ્ડિંગના પેસેજના થુકતા હતા

ઉમરગામ ગાંઘીવાડી ખાતે આવેલા મંગલ એપાર્ટમેન્ટ નામક બિલ્ડીંગમાં લોકો ગંદકી નહીં ફેલાવે તે માટે બિલ્ડર દ્વારા દેવી દેવતાઓ છાપેલી સિરામિક ટાઇલ્સ પગથિયાંની દીવાલ ઉપર લગાવવામાં આવેલ હતી. છતા કેટલાક લોકો પાન ગુટકા ખાઈને એ જગ્યાએ થૂકતા હિંદુઘર્મનુ અને દેવી દેવતાઓનું અપમાન થતું જણાતા ધર્મ રક્ષીત ગ્રૃપના ભાઈઓ દ્વારા અપમાનિત થતી દેવી દેવતાઓની તસ્વીર વાળી ટાઇલ્સ દીવાલથી શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે હટાવી ખરાબ થયેલી જગ્યાને સ્વખર્ચે મરામત કરાવી આપવાની કામગીરી કરી હતી.

કોઈ પણ ધર્મ જાતિના દેવી દેવતાની છબી આ રીતે ગંદકી રોકવા માટે વાપરવામાં નહીં આવે અને લોકોની ધાર્મિક લાગણી દુભાય નહીં તેની કાળજી રાખવાનો આગ્રહ કર્યો છે. આ રીતે અનેક બિલ્ડિંગ અને કચેરીઓમાં પણ ફોટા લગાવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો