પ્રશાસનની તૈયારી:ઉમરગામ તાલુકામાં મહારાષ્ટ્ર રાજ્યની હદનો મામલો વકર્યો

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોળસુંબામાં મહારાષ્ટ્ર પ્રશાસને માપણીની તૈયારી કરી

ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામની હદ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલી છે. મહારાષ્ટ્ર રાજ્ય વેવજી ગામનો કેટલોક વિસ્તાર સોળસુંબા ગ્રામ પંચાયતે પોતાની હદમાં સમાવેશ કરી લીધો હોવાના દાવા લાંબા સમયથી વિવાદ તેમજ ચર્ચાનું કારણ બને છે. મામલો મહારાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યએ મહારાષ્ટ્રની વિધાનસભામાં રજુ કરી મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાના મોજે વેવજી ગામની કેટલીક જમીન જેનો સર્વે નંબર 203,204,205,206,207, 279,280 જે મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવતો હોવા છતાં આજે પણ ગુજરાતની હદ તરીકે ચાલે છે.

આ વિસ્તાર સોળસુંબા ગામમાં આવેલ છે. જે મોહનનગર, આદર્શ નગર અને જાનકીનગર તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારના જમીન માપણી વિભાગના અધિકારીઓ તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ગુરૂવારે માપણી કરવાના હોય તેવી જાણ થતા સ્થાનિક ગ્રામ પંચાયત સોળસુંબા દ્વારા મામલતદારને જાણ કરી હતી. ​​​​​તેમજ સોળસુંબા ગામની હદમાં મહારાષ્ટ્ર સરકારના જમીન માપણી વિભાગ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા થનારી માપણી સામે વાંધો રજૂ કર્યો છે.

ઉમરગામ મામલતદારે પણ આ બાબતે અગ્રિમતા ધોરણે એક પત્ર લખી મહારાષ્ટ્ર જમીન માપણી વિભાગના અધિક્ષકને પત્ર લખી વાંધો રજૂ કર્યો છે. સદર બાબત રાજ્ય સરકારના સીમાડાની હોય જેથી રાજ્યકક્ષાથી નિયમોનુસાર અનુમતિ મેળવ્યા બાદ માપણીની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તો બીજી તરફ ગુજરાતની હદમાં મહારાષ્ટ્ર રાજ્યનું પ્રશાસન જમીન માપણી કરવા આવી રહ્યું હોવાથી સ્થાનિક લોકોને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિવિધ માધ્યમોથી લોકોને જાગૃત કરી માપણી સામે વિરોધ નોંધાવવા માટે વિનંતી કરાઇ રહી છે. ગુરૂવારના રોજ બંને રાજ્યના અધિકારીઓની ટીમ આમને સામને આવે તેવી સ્થિતિ સર્જાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...