કાર્યવાહી:ઉમરગામ સોળસુંબામાં ચોર સમજી યુવકને ઢોર માર મારતા અંતે મોત

ઉમરગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બંધાતી બિલ્ડિંગની સાઇટ ઉપર શંકાને લઇ ગોંધી રાખ્યો હતો

ઉમરગામના સોળસુંબા ખાતે નિર્માણ પામી રહેલી એક બિલ્ડિંગમાં ગેરકાયદે પ્રવેશેલા ઇસમને ચોર સમજી કેટલાક લોકોએ પકડીને માર મારતા ઈસમનું મોત થયું હતું.પોલીસે આ મામલે કેટલા વ્યક્તિઓની પૂછપરછ કરી આરોપી સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે મહારાષ્ટ્ર રાજ્યની હદ નજીક દીપક એવેન્યું નામક નિર્માણ પામી રહેલી બિલ્ડિંગ સાઈટ ખાતે કોઈ અજાણ્યો યુવાન જેની ઉમર અંદાજે 35 વર્ષ. જેના ઉપર ચોરીની શંકા રાખી કેટલાક લોકએ તેને પકડી પાડી માર મારી ગેરકાયદેસર તાબામાં રાખી મુકેલો. યુવાનને મારમારતા ગંભીર હાલતમાં ઉમરગામ CHCમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને ફરજ પર તબીબોએ મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેશમા ડીવાયએસપી વી.એમ.પટેલ તથા ડીવાયએસપી શર્મા વલસાડ એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામી પીએસઆઇ પનારા,એસઓજી પીએસઆઇ રાઠોડ, સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉમરગામ દોડી આવ્યા હતા અને ઘટના અંગેની તપાસના ભાગ રૂપે નિર્માણાધિન બિલ્ડિંગ સાઈટ ખાતેના ફરજ પરના વોચમેન તેમજ અન્ય કેટલાક વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી છે. તપાસ બાદ કેટલાક સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ બનાવ સંદર્ભે પોલીસે ચોકીદારની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનામાં એક થી વધુ ઈશામો વિરુદ્ધ ગુનો નોંધવાની શક્યતા જણાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...