તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉમરગામ કોલોનીમાં માર્ગોની ઊંચાઇ વધતા ઘરોમાં પાણી ભરાવાની આશંકા

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UIAના માજીપ્રમુખ જયેશભાઈની નોટીફાઇડ ઓફિસરને રજૂઆત કરી

ઉમરગામ જીઆઇડીસી કોલોનીમાં માર્ગોની ઊંચાઇ વધતાં ચોમાસામાં વરસાદી પાણી ઘરોમાં ભરાવાની દહેશતને લઇ માજી યુઆઇએ પ્રમુખે નોટીફાઇડ અધિકારીને રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યની 45વર્ષથી વધુ જૂની ઉમરગામ ઓદ્યોગિક વસાહતની ઉમરગામ કોલોનીમાં રહેણાંક મકાનોના આંગણા કરતા માર્ગોની સપાટી ઊંચી થતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ચોમાસાની ઋતુમાં બનતી હોય છે. તબક્કાવાર માર્ગ ઉપર થતા રીકાર્પેટિંગ કામગીરી ના કારણે માર્ગની સપાટી વધતી રહે છે.

જેથી આ સમસ્યાના ઉકેલ માટે ઉમરગામના અગ્રણી તેમજ ઉમરગામ UIAના માજી પ્રમુખ જયેશભાઈ ગોરે નોટીફાઇડ ઓફિસ તથા સંબંધિત વિભાગને લેખિત પત્ર માધ્યમથી રજૂઆત કરી જણાવાયું છે કે, કોલોની વિસ્તારમાં માર્ગના નવીનીકરણ પહેલા જૂના માર્ગને સ્ક્રેપ કરી પાણી ભરાવાની સમસ્યા નહિ સર્જાય તે રીતે સપાટી રાખી માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે. આ સાથે જયેશ ગોરે UIA દ્વારા કરાતા વિકાસના કામોની ગુણવત્તા સામે સવાલો ઉપસ્થિત કરી નોટીફાઈડ અને જીઆઇડીસીના કામો UIAને સોંપવામાં ન આવે.

હવે પછી UIAને કામો આપવામાં આવે તો હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી UIAમાં વિવાદના વાદળો ઘટ્યા હતા. ત્યારે માજી પ્રમુખે UIA દ્વારા કરાતા કામો સામે સવાલો ઉપસ્થિત કરી તંત્રને કોર્ટમાં અરજી કરવાની ચીમકી આપતા ફરી એક વખત UIAના રાજકારણમાં ગરમાટો વધવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...