ગૌરક્ષકોમાં આક્રોશ:ઉમરગામમાં અસામાજિક તત્ત્વોએ 18 ગાય ઉપર એસિડ નાખી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો

ઉમરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે માસમાં દયાજનક સ્થિતિમાં મળેલી ગાયોની સારવાર

ઉમરગામના શહેરી વિસ્તાર તેમજ ઔદ્યોગિક એકમને અડીને આવેલા વિસ્તારમાં રોજે રોજ એસિડ એટેકથી ઘવાયેલી એક પછી એક ગાય મળવાની ઘટના છેલ્લા બે મહિનાથી સામે આવી રહી છે. જેને લઇ સ્થાનિક ગૌરક્ષકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરગામ પાલિકા વિસ્તાર તેમજ ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક એસિડ એટેક થયા હોય એવી સ્થિતિમાં ગાયો મળી આવી રહી છે.

છેલ્લા 2 માસથી આ કૃત્ય કોઇ ચોક્કસ ટોળકી કરી રહી છે
છેલ્લા બે માસની અંદર 18 ગાયના શરીર, પેટના ભાગે એસિડથી હુમલો થયો હોય જેના કારણે ગાયની ચામડી બળી જતા આ ઘવાયેલી ગાયોને સ્થાનિક ગૌરક્ષકો તેમજ સ્થાનિક ગૌશાળાઓમાં લઈ જઈ સારવાર આપવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 માસથી આ કૃત્ય કોઇ ચોક્કસ ટોળકી કરી રહી છે અને શાંત વાતાવરણ ડોહળાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

કોમવાદ ભડકો કરવાનું ષડયંત્ર હોવાનું કેટલાક લોકોનું અનુમાન
ગૌ વંશ પર એસિડ ફેકનારા તત્વને પોલીસ તાત્કાલિક શોધીને કડક પગલા ભરે તેવી જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકોની માગ બળતર બની છે. ગાયો ઉપર એસિડ નાંખીને ઉમરગામ તાલુકામાં કોમવાદ ભડકો કરવાનું ષડયંત્ર હોવાનું કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડા આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક આદેશ આપી ઘટતું કરે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...