ભાસ્કર વિશેષ:ઉનાળાના ધમધોખતા તાપમાં 1.20 લાખ વૃક્ષોથી નારગોલ દરિયા કિનારો ઓક્સિજન સાથે શીતળતા પાથરે છે

ઉમરગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ખેતીવાડી અધિકારીએ નારગોલ માલવણ બીચની મુલાકાત લીધી

જિલ્લામાં અન્ય ગામો કરતાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા નારગોલ ગામના માલવણ બીચ ખાતે દુનિયાનું સૌથી મોટું અને દરિયા કિનારને અડીને બનેલું સર્વપ્રથમ મિયાવિકિ પદ્ધતિથી વિકસાવેલા 1.20 લાખ વૃક્ષો ધરાવતા વનને નિહાળવા દેશ અને દુનિયાથી પર્યાવરણ પ્રેમીઓ આવી રહ્યા છે.

જાપાનના બોટોનિસ્ટ અકીરા મિયાવાકી દ્વારા કરવામાં આવેલી પદ્ધતિથી માલવણ બીચને અડીને નિર્માણ પામેલા આ વનમાં 90 થી વધુ પ્રકારના વૃક્ષો જોવા મળી રહ્યા છે. માત્ર 11 મહિનાની અંદર વૃક્ષોની વૃદ્ધિ 12 ફૂટ થી વધુ થવા પામી છે. સમગ્ર વિસ્તારમાં સામાન્ય વિસ્તાર કરતાં ઓછું તાપમાન અનુભવી શકાય છે.

આ વિશેષ વનની મુલાકાતે મંગળવારે જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ ખાસ મુલાકાત લીધી હતી. તેમની સાથે ઉમરગામ તાલુકા વિસ્તરણ અધિકારી પરસોત્તમ ભંડારી, ગ્રામ સેવક વનરાજભાઈ પરમાર, સ્થાનિક ખેડૂત નટવરલાલ ભંડારી સહિત સ્થાનિક ખેડૂતોની હાજરી જોવા મળી હતી. વન નિર્માણ માટે સિંહ ફાળો આપનાર ડૉ. રાધાકૃષ્ણ નાયર તેમજ નારગોલ પંચાયત અને સામાજીક વનીકરણ વિભાગની કામગીરીને અધિકારીએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...