તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગાઈડલાઈનનો ભંગ:કાલયના લગ્નમાં ડીજેના તાલે ડાન્સ કરતા FIR

ઉમરગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અવાજ સાંભળીને પહોંચી હતી

ઉમરગામ તાલુકાના કાલય વિસ્તારમાં શનિવારે રાત્રીએ નારગોલ મરીન પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના અગિયાર વાગે ડીજેનો અવાજ સાંભળતા પોલીસ કાલય કુવા ફળિયા વિસ્તારમાં પહોંચી હતી. અહીં ભીખુભાઈ ઇશ્વરભાઇ હળપતિના ઘરે તેમના પુત્ર ઉપેશના લગ્ન હોવાથી માંડવાની વિધિમાં ડીજેના તાલે લોકો નાચી રહ્યા હતા. પોલીસને જોતા જ આ બંને જણા નાસી ગયા હતા. ડાન્સ કરવા અને જોવા માટે ભેગી થયેલી ભીડ પણ આમતેેેમ થઈ ગઇ હતી.\n કોરોનાવાયરસ અટકાવવા સરકારે ગાઇડલાઇન નક્કી કરી છે, કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

ત્યારે લગ્ન પ્રસંગમાં વધુ માણસો એકત્રિત કરી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ પોલીસે વરના પિતા ભીખુ ઇશ્વરભાઇ હળપતિ, ઉપેશ હળપતિ બંને રહે. કાલય કુવા ફળિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ મરીન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...