બેઠક:ઉમરગામ તાલુકા સરપંચ સંઘમાં મહિલા સરપંચોની બાદબાકી

ઉમરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા મહિલાઓ ચૂંટાઇ હોવા છતાં અન્યાય કરાયો

ઉમરગામ તાલુકાના સરપંચ સંઘમાં મહિલા સરપંચોને અન્યાય કરવામાં આવ્યો છે. એક પણ મહિલાને સ્થાન આપવામાં આવ્યું નથી. સરકાર મહિલાઓને આગળ લાવવા માટે અનેક પ્રયાસો કરે છે, પરંતુ સ્થાનિક લેવલે ભાજપના નેતાઓએ મહિલાઓની બાદબાકી કરાતાં નારાજગી પ્રસરી રહી છે.

પંચાયતની સામાન્ય ચૂંટણી પરિણામ જાહેર થયાને પાંચ મહિના બાદ ઉમરગામ તાલુકા સરપંચ સંઘની રચના ભાજપ તેમજ ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરના નેતૃત્વમાં કરવામાં આવી છે. ઉમરગામ સરપંચ સંઘના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વિધિવત જાહેરાત ધારાસભ્ય દ્વારા તેમના નિવાસસ્થાને ઉમરગામ તાલુકાના સરપંચોની હાજરીમાં કરવામાં આવી હતી. ભાજપના પ્રમુખ દિલીપભાઈ ભંડારી સહિત ભાજપના અગ્રણી કાર્યકર્તાઓની હાજરી સાથે મળેલી બેઠક દરમિયાન જાહેર કરેલા હોદ્દેદારો પૈકી તમામ હોદ્દેદારો પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો પુરુષો જાહેર કરવામાં આવ્યા હતાં.

મહિલા સશક્તિકરણ અને 50 ટકા મહિલા અનામતનીવાત સરકાર કરી રહી છે. ઉમરગામ તાલુકામાં 50 ટકા બહેનો સરપંચની જવાબદારી નિભાવી રહી છે. છતાં નવરચિત ઉમરગામ તાલુકા સરપંચ સંઘની કારોબારી કે બોડીમાં હોદ્દા ઉપર એક પણ મહિલા સરપંચનો સમાવેશ નહીં કરતા તાલુકાની મહિલા સરપંચોમા ગણગણાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...