હાલાકી:ઉમરગામના કાંઠા વિસ્તારમાં વીજળીના ધાંધિયા, લોકો ત્રસ્ત

ઉમરગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબ સેન્ટરનું નિર્માણ છતાં પણ સમસ્યાનો ઉકેલ નહીં

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વીજળી ડુલ થવાની સમસ્યા વધી છે.ચોમાસાના પ્રારંભમાં છાશવારે વીજળી ડુલ થવાની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે. ઉમરગામ વિસ્તારમાં દિનપ્રતિદિન વધી રહેલા ડોમેસ્ટિક વીજ જોડાણ તેમજ વધી રહેલા ઔદ્યોગિક એકમો ને ધ્યાનમાં રાખી વીજળી સમસ્યાના કાયમી ઉકેલ માટે લો વોલ્ટેજ જેવા પ્રશ્નો થી પ્રશ્નોના નિરાકરણ માટે વીજ કંપની દ્વારા તાજેતરમાં માણેકપુર તેમજ સરોડા ગામમાં 66kv પાવર સબ સ્ટેશન ઉભુ કર્યુ છે.

સરોંડા સબ સેન્ટરનું કામ પૂર્ણ થયા પછી પણ આજ દિન સુધી એને કાર્યરત કરવામાં આવ્યું નથી. નવા સબ સ્ટેશન પાસે ઉભા થવા છતા વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ ઉમરગામ તાલુકાના નારગોલ આહુ સરના જેવા ગામોમાં લાંબા સમયથી વીજળી છાશવારે દૂર થવાની સમસ્યા થી લોકો ત્રસ્ત બન્યા છે. હાલ ચોમાસું શરૂ થઈ ચૂક્યુ છે.

સામાન્ય વરસાદના ઝાપટા સાથે જ વીજળી ડૂલ થવાના કારણે આ વિસ્તારમાં રહેલા મોબાઇલ ટાવરોમાં પણ ખામી સર્જાતા લોકો ઇન્ટરનેટ તથા ફોન કોલિંગ થી પણ વંચિત બની રહ્યા છે. હાલના ઓનલાઇન અભ્યાસક્રમ તથા વર્ક ફ્રોમ હોમની સ્થિતિમાં આ વિસ્તારમાં વીજળી અને મોબાઇલ ટાવર ફીકવન્સીની સમસ્યા પણ સર્જાતા સ્થાનિક લોકો માટે મુસીબત બની ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...