તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કરોડોનો ખર્ચ છતા જાળવણીના અભાવે ઉમરગામના વોર્ડ નં. 4 પ્રવાસન બીચ તરીકે વિકાસ થઇ શકયો નહીં

ઉમરગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકારી કચેરી અને શહેરની મહત્ત્વની શાળા આ વિસ્તારમાં હોવા છતાં હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત

ઉમરગામ ટાઉન પશ્ચિમ દિશાની પટ્ટી ધરાવતો પાલિકાનો વોર્ડ નંબર4 સુંદર દરિયા કિનારો, કોર્ટ, સરકારી સિરકીટ હાઉસ, શાળાઑ, લાઇટ હાઉસ, ફિસરિસ મંડળીની કચેરી, જેવા અનેક મહત્વના સ્થળો ધરાવતો વિસ્તાર છે. આ વોર્ડમાં સાંકડા અને જર્જરિત માર્ગો પહોળા બન્યા છે. સ્ટ્રીટ લાઇટની સુવિધા છે. પ્રવાસન વિભાગ દ્વારા ઉમરગામ બીચના વિકાસ માટે કરોડો ખર્ચ કરી પર્યટકો માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થાય, પાયાની સુવિધા ઊભી કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા યોગ્ય ધ્યાન નહીં આપતા ઉમરગામ બીચ અવિકસીત છે. દરિયા કિનારે નાના બાળકો માટે રમત ગમતના સાધનો, બાગ બગીચો પાર્કિંગ સુવિધા, હાઈજેનિક ફૂડ જેવી પાયાની સુવિધાનો અભાવ હોવાથી આ બીચ પર્યટકોને આકર્ષી શકતો નથી.

આધુનિક સગવડ સાથેની સ્મશાન ભૂમિ ઉપયોગી
વર્ષોથી જર્જરિત રહેલી ઉમરગામ વોર્ડ નંબર 4ના દરિયા કિનારે સ્મશાન ભૂમિનું નવીનીકરણ પાલિકાએ ગત ટર્મમાં હાથ ધર્યુ હતું. 1 કરોડ ખર્ચે ગેસ સગડી, મોક્ષ રથ, બાગ બગીચા, બેઠક વ્યવસ્થા, માર્ગ, સી.સી. કેમેરા, પાણી જેવી આધુનિક વ્યવસ્થા સાથે સુંદર અંતિમ ધામ નિર્માણ કર્યુ છે. જે લોકઉપિયોગી બન્યું છે.

નગર પાલિકા વોર્ડ નંબર4ની ઓળખ
( વિસ્તાર : સાગર કોલોની, એસ.વી. રોડ, મહિયાવંશીફળિયું, નવિનગરી, તાલુકા પંચાયત વિસ્તાર, પોલીસ લાઇન, પાૈરાણીક ગણપતિ મંદિર, દીવા દાંડી,સુંદર દરિયા કિનારો, શેક્ષણિક સંસ્થાઓ

ગત ચૂંટણીમાં બન્ને ઉમેદવારને સરખા મત મળ્યાં હતા, 1 મતનું મહત્તવ
ગત 2016ની ચૂંટણીમાં 1 મત થી ભાજપના ઉમેદવાર એડવોકેટ સંજય શાહ પરાજિત થયા હતા જ્યારે 1 મતથી નિતેશ મસોલિયા વિજય થયા હતા. સંજય શાહને કુલ 714 મત મળ્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર સંદીપ મહિયાવંશીને પણ કુલ મત 714 પ્રાપ્ત થયા હતા. બન્ને ઉમેદવારના સરખા મત મળતા ટાઈ થઈ હતી. પ્રતિસ્પર્ધી અનુસૂચિત જાતિનો હોય નિયમો મુજબ તેમને વિજયતા જાહેર કરાયા હતા. આજ વોર્ડમાં નિતેશભાઈ મસોલિયાને 715 મત પ્રાપ્ત થયા હતા.

અનેક કામો છતા નિયમિત સફાઈના ધજાગરા
આ વિસ્તારમાં ક્યારે ન થયા હોય એવા કામો પાલિકા દ્વારા ટૂંક વર્ષોની અંદર કર્યા છે. પરંતુ વોર્ડમાં નિયમિત સફાય ન થતી હોવાની ફરિયાદ લોકોમાં છે. પેવાર બ્લોકના માર્ગો તૂટ્યા છે જેનું રિપેરિંગ થવું જોઇયે એવું લોકો જણાવી રહ્યા છે.

ચોમાસામાં પાણી ભરવાનો પ્રશ્ન યથાવત
ચોમાસાની ઋતુમાં મહિયાવંશી ફળિયા, નવીનગરી જેવા કેટલાક રહેણાક વિસ્તારમાં વરસાદી પાણી ભરવાનો પ્રશ્ન સર્જાતો હોય છે. અહીં ગટરની વ્યવસ્થા કરવી જરૂરી છે.

ચૂંટાયેલા સભ્યો ગાયબ, સમસ્યા યથાવત
અમારા વોર્ડમાં આવેલા પેવાર બ્લોકના માર્ગો હજી પહોળા અને સારા બનવા જોઇયે, નિયમિત સફાય થતી નથી. પાલિકાના સભ્યો ચૂંટણી બાદ અદ્રશ્ય થયા છે. - હરેશ મોહન માછી, સ્થાનિક

ઘણા ઘરોને મફત નળ જોડાણ આપ્યા છે
અમારા વોર્ડમાં ઘણા સારા કામો થયા છે પરંતુ સાગર કોલોની માં નિયમિત પાણી મળે તે માટે તમામને નળ કનેક્શન વિના મૂલ્યે આપવામાં આવે એવી અમારી ઈચ્છા છે. - વાસુભાઇ ધનસુખ કરાંચીવાલા, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો