ફરિયાદ:કલગામમાં સરકારી જમીનમાંથી હજારો મેટ્રિક ટન માટી ચોરી થયાની ફરિયાદ

ઉમરગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માટી ખનન કરી નજીકની ફેક્ટરીની જમીન પુરાણમાં ઉપયોગ કરી

ઉમરગામ તાલુકાનાં કલગામ ગામે સરકારી એસ.આર.પી. કેમ્પની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન કરી હજારો મેટ્રિક ટન માટીની ચોરી થયાની ફરિયાદ ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. કલગામ ગામે આવેલ સ્ટેટ રિઝર્વ પોલીસ સરો કેમ્પ ની અંદરથી રાત્રી દરમિયાન કેટલાક સાધનો તેમજ ટ્રકનો ઉપયોગ કરી માટી ખનન કરી માટીને અન્ય ઠેકાણે વેચી મારી કેટલાક સ્થાનિક અધિકારીઓ ના મેળાપાપણા હેઠલ લાખોનો રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી હોય તે અંગે ગામના કેટલાક જાગૃત નાગરિકોએ સ્થળ પર ગત તા4/1/2022ના રાત્રીના સમયે પહોંચી ગેરકાયદેસર ચાલતાં માટી ખનનને રોકી ખાણ ખનીજ વિભાગ તેમજ સંબંધિત વિભાગને ટેલીફોનીક ફરિયાદ કરી હતી.

સ્થળ ઉપર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી જોકે પંચ કે અન્ય કાર્યવાહી ન કરતા ઘટનાના બીજા દિવસે કલગામ ગામના સામાજીક કાર્યકર્તા સંજય પટેલે સંબંધિત વિભાગને લેખિત ફરિયાદ કરતા ભૂમાફિયાઓ માં ફફડાટ મચી જવા પામ્યો છે. કલગામ ગામની અંદર 100 એકર જમીન સંપાદન કરી સરકાર SRP કેમ્પનું નિર્માણ કામગીરી ચાલી રહી છે. જે જમીનમાં ખોદકામ કરી માટી વેચવાનું નેટવર્કમાં કેટલાક SRP પોલિસ વિભાગનાં મોટા અધિકારીઓની મીલીભગતથી ચાલતા ગેરકાયદેસર માટી ખનન પ્રકરણ સામે ગુજરાત સરકારના ગૃહ વિભાગ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...