ધમકી:ઉમરગામની પરીણિતાની પતિ સામે ત્રાસ અંગે ફરિયાદ, દાગીના ઉપર ગોલ્ડ લોન લઈ તેણીના દાગીના પણ છોડાવી આપતો નથી

ઉમરગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામના દામા રેસિડેન્સીમાં રહેતી માંડવીબેન બિરેન્દ્રભાઈ મિશ્રાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેણના બિરેન્દ્ર મિશ્રા સાથે વર્ષ 2002માં પ્રેમ લગ્ન થયા હતા અને ત્રણ સંતાન છે. લાંબા સમયથી તેનો પતિ બિરેન્દ્ર વારમવાર ઝઘડો તકરાર કરી શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરે છે અને ભાઈ પાસેથી પૈસા લાવી આપ એવું દબાણ કરે છે. સોનાના દાગીના ઉપર ગોલ્ડ લોન લઈ તેણીના દાગીના પણ છોડાવી આપતો નથી અને દાગીના છોડાવી આપવાની વાત કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

અન્ય સમાચારો પણ છે...