ઉમરગામના સોળસુંબા ગામે 2 માસ પહેલા ચોરીની આશંકાએ અજાણ્યા વ્યક્તિને એક કન્સ્ટ્રક્શન સાઇડ પર બે બિલ્ડર અને વોચમેને બાંધીને મારતા તેનું મોત થયું હતું. આ કેસમાં બંને બિલ્ડર પોલીસ મથકે હજાર થતા ધરપકડ કરી છે.
સોળસુંબામાં દિપમ એવન્યુ નામક નવી બંધાઈ રહેલી બિલ્ડિંગની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર એક અજાણ્યા ઈસમને વાયર ચોરીની આશંકાએ વોચમેને પકડી બિલ્ડિંગના માલિક અભિષેક નાયક અને સદાશિવ ઉર્ફે અન્ના નાયરે બોલાવતા આ લોકોએ ઇસમને થાંભલાથી બાંધી લાકડાંથી માર મારતા ગંભીર ઇજાના લીધે યુવાનનું મોત થયું હતું આ બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો.
આ ગુનામાં સંડોવાયેલા આરોપી વોચમેન ચંદન બલીન્દર ડાવરેની ગુનાના દિવસે જ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બિલ્ડર અભિષેક નાયક અને સદાશિવ ઉર્ફે અન્ના નાયર રહે સોળસુંબા નાસી છૂટ્યા હતા,આરોપી બિલ્ડરો બે મહિનાથી પણ વધુ સમયથી નાસતા ભાગતા હતા. જે આખરે પકડાયા છે ઉમરગામ પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.