તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:ખતલવાડાની વિવા કંપનીમાં રાત્રે ઓર્કેસ્ટા ડીજેના તાલ સાથે બર્થડેની મહેફિલ જામી

ઉમરગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • covidના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ તંત્ર ફરક્યું નહી

ખતલવાડાની હદમાં માણેકપુર રોડ પર આવેલી વિવા કંપની નામક કંપનીના સંકુલમાં રાત્રે 50થી વધુ લોકોનું ટોળું ભેગુ કરી કંપની સંકુલમાં ફુગ્ગા લાઇટીંગ વગેરે ડેકોરેશન સાથે ડીજે અને ઓર્કેસ્ટ્રા ગાયકો સાથે બર્થડે પાર્ટીની ભવ્ય મહેફિલ માણી હતી.કોરોના મહામારીને લઇ એક તરફ વહીવટી તંત્રએ ભેગા થવા અને કોઇ પણ પાર્ટી ઉજવવા ઉપર કડક પ્રતિબંધ લાગુ કર્યો છે છતાં કંપનીમાં ડીજે ઓર્કેસ્ટ્રાનો અવાજ સાંભળી આજુબાજુના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. કંપની સંચાલકો દ્વારા પાર્ટી પ્લોટનો માહોલ બનાવી જન્મદિવસની પાર્ટીની ભવ્ય ઉજવણી કરી લેકટરના જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ કર્યો હતો.

છતાં કોઇ અધિકારી અહીં ફરક્યુ પણ ન હતું ત્યારે કંપની સંચાલકો, મહેફિલમાં સામેલ 50 થી 60 વ્યક્તિઓનાં ટોળા સામે તંત્ર આંખ આડા કાન કેમ કરી રહ્યું છે તેવા સવાલો ઉઠ્યા છે. લોકોની ફરીયાદ બાદ મોડે મોડે પોલીસ સ્થળ પર પહોંચી સામાન્ય કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે. ઉજવણી માટે આવેલા તમામ વ્યક્તિઓ મહારાષ્ટ્રના હોવાનો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પોલીસ આ લોકો સામે તપાસ કરી કાર્યવાહી કરે
બર્થ-ડે પાર્ટીમાં કોઇપણ જાતનો સોશિયલ distance વિના કે માસ્ક પહેર્યા વિના 50 થી 60 વ્યક્તિઓ તેમજ ડીજે ઓર્કેસ્ટ્રા ઓપરેટરો ગાયકો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, કંપનીની અંદર જન્મદિવસની ઉજવણી માટેની તૈયારી શા માટે કરી હતી જે બાબતે પોલીસે ઊંડી તપાસ કરી તમામ સામે કાર્યવાહી કરવાની માગ લોકોમાં છે.

અન્ય સમાચારો પણ છે...