દબાણ કર્તાઓમાં ફફડાટ:ઉમરગામના ગોવાડાથી દમણ સુધી કોસ્ટલ હાઇવે પહોળો કરવા દબાણો દૂર કરવાનું શરૂ

ઉમરગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ-મકાન વિભાગે પ્રથમ દિવસે ગોવડાથી નારગોલ મરોલી સુધીના દબાણો હટાવ્યા

ઉમરગામ તાલુકાના ગોવડાથી દમણ સુધીના કોસ્ટલ હાઇવે પહોળો કરવા માટે આ માર્ગ પરના દબાણો દૂર કરવાની કામગીરી શનિવારથી માર્ગ મકાન વિભાગે શરૂ કરતાં દબાણ કર્તાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

દમણ થઈ મહારાષ્ટ્ર બોર્ડરને જોડતા કોસ્ટલ હાઇવે ઉપર અનેક ગામોમાં માર્ગની હદમાં ખાસ કરીને ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદે હાટડી જમાવી બિલાડીના ટોપની માફક લારી ગલ્લા, દુકાનો તેમજ ખાનગી કંપનીના હોર્ડીંગસના કારણે ટ્રાફિકને સીધી અસર થઈ રહી છે.

કોસ્ટલ હાઇવેની હાલનું માર્જિન 24 મીટર છે. આગામી દિવસોમાં માર્ગને 10 ફૂટ પહોળો કરવાનું આયોજન હોય જાહેર માર્ગને અડીને વધી રહેલા અતિક્રમણ દૂર કરવા માર્ગ મકાન વિભાગના અધિકારી જતિન પટેલના નેતૃત્વમાં શનિવારે જેસીબી સાથે દબાણકારો સામે કાર્યવાહી હાથ ધરતા ફફડાટ જોવા મળ્યો હતો.

પ્રથમ દિવસે ગોવાડા, ઉમરગામ પાલિકા વિસ્તારનાં અક્રામારૂતિચાર રસ્તા, નારગોલ, સરોંડા, મરોલી ગામ સુધી મુખ્ય માર્ગ પરના ગેરકાયદે હોર્ડિંગ તેમજ અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો અનેક પાકા દબાણોને સ્વૈચ્છીક રીતે હટાવવા તંત્રએ બે દિવસની મુદત આપી છે. છતાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી સાથે દબાણો દૂર કરવામાં આવશે તેવી ચિમકી અધિકારોએ આપી છે. ચાર રસ્તા જેવાં મહત્વના વિસ્તારનાં વીજળીના પોલ હટાવવાની સૂચના વીજ કંપનીને આપી હોવાનુ પણ સૂત્રો પાસેથી જાણકરી મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...